ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ સિહોર નો ઇનામ વિતરણ સમારોહ યોજાયો.

39

સિહોર ખાતે તેજસ્વી તારલાઓ ને સન્માનિત કરવા તથા ઇનમોથી નવાજવા નો એક સમારોહ ગીતાબેન ગજાનનભાઈ શુકલ ની અધ્યક્ષતામાં યોજાયેલ હતો શુકલ પરિવારના મોભી સ્વ.ગજાનનભાઈ હિંમતલાલ શુકલ ની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે ઇનામ વિતરણ તેમજ જ્ઞાતિ ભોજન રાખવામાં આવ્યું હતું જ્ઞાતિના તેજસ્વી તારલાઓ આકર્ષક ઇનામોથી નવાજવામાં આવેલ તેમજ જ્ઞાતિના સલાહકાર રહી ચૂકેલા સ્વ.ગણપતભાઇ પંડ્યા દ્વારા જ્ઞાતિના સર્વશ્રેષ્ઠ બે વિદ્યાર્થીઓ ને એવોર્ડ આપવામાં આવે છે ત્યારે તેમના પરિવાર દ્વારા દર વર્ષ ની માફક એવોર્ડ આપી સ્વ ગણપતદાદા નો ચીલો જાળવી રાખ્યો હતો પ્રમુખ અજયભાઇ શુકલ દ્વારા તમામ જ્ઞાતિજનો તથા મહેમાનો ને આવકાર્યા હતા અને જ્ઞાતિ ના બાળકો તથા માતાપિતા ને સંબોધી બાળકોને મોબાઈલ ની જરૂરિયાત અને તેના ફાયદા ગેરફાયદા વિશે વાકેફ કર્યા હતા અને શિક્ષણક્ષેત્રે કારકિર્દી બનાવવવા અનુરોધ કર્યો હતો આ સમારોહ માં સર્વોત્તમ ડેરીના એમ.ડી હરિભાઈ જોષી, ડો.ઘનશ્યામભાઈ શુકલ, ડો ઈશ્વરભાઈ મહેતા,જ્ઞાતિના વડીલ મુરબ્બી ચુનિદાદા ત્રિવેદી, ટ્રસ્ટી મંડળ, કારોબારી સભ્યો, આમંત્રિત મહેમાનો,જ્ઞાતિજનો,તથા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..

Previous articleઘોઘા તાલુકાના ભડીથી ત્રાબક ગામના રોડનું ખેડૂતોને વળતર ચૂકવી અને ત્યારબાદ રોડની કામગીરી પૂર્ણ કરવા બાબતે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ભાવનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજુઆત કરવામાં આવી,
Next articleહૈ.વિધાતા તે આવા લેખ લખ્યા 4 માસુમ બાળકો ના