ભાવનગર ના ક. પરા માં આવેલ પૌરાણિક રાંદલ માતાનાં મંદિરે શ્રાવણ માસ નાં પ્રથમ રવિવારે માતાજી નો (જગન) ઉત્સવ ઉજવાયો. આ રાંદલમાતાનાં આ મંદિરે પરોઢ તથા સંધ્યા સમય ની આરતી ના દર્શન કરવા લ્હાવો લેવા જેવુ છે. અહી પરોઢે ૫ વાગ્યે તથા સાંજે ૭ વાગ્યે આરતી થાય છે. અહી પ્રાચીન રીત-રીવાજ મુજબ શંખ-ઢોલ-નગારા તથા ઘંટ ના સ્વર સાથે આરતી કરવામાં આવે છે. રાંદલમાતા નાં મંદિરે (જગન) ઉત્સવમાં સવાર થી સાંજ સુધી ભકતોની ભીડ જોવા મળે છે. આ દેવસ્થાન મા દર નવરાત્રીએ યજ્ઞ થાય છે.તથા રાંદલ માતાજી ના લોટા તેડાય છે , ચંડીપાઠ થાય છે તથા ગોરાણી જમાડાય છે તથા માતાજી ના (જગન) ઉત્સવ માં ખીર અને છાપડી નો પ્રસાદ આપવામાં આવે છે. ભાવનગર ના ક. પરા માં આવેલ આ પૌરાણિક સુપ્રસિધ્ધ રાંદલ માતાનાં મંદિરે દર્શનાર્થે ભક્તો ની ભીડ ઉમટે છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર