ઈન્ડિયન આર્મીમાં પોસ્ટીંગ બાદ પ્રથમવાર યુનિફોર્મમાં વતન આવતા મેહુલ રમેશભાઈ રાઠોડનું દામનગરમાં સ્વાગત કરાયું હતું. ઈન્ડિયન આર્મીમાં પોસ્ટીંગ મેળવતો દલિત યુવક મેહુલ રમેશભાઈ રાઠોડ દામનગર શહેરમાં પ્રવેશતા જ સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને પુષ્પહાર કર્યા. શહેરભરના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ સહિત સર્વત્ર સમાજ દ્વારા આર્મી મેનનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. સામાન્ય શ્રમજીવી દલિત પરિવારનો પુત્ર ઈન્ડિયન આર્મીમાં સિલેક્ટેડ થતા સમસ્ત દલિત પરિવાર દામનગર દ્વારા મેહુલનું ભવ્ય બહુમાન કરાયું. દેશની સુરક્ષા માટે પસંદગી પામેલ મેહુલનું પોસ્ટીંગ થયા બાદ પ્રથમ વતન આવતા શહેરભરમાંથી સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બહુમાન કરાયું. દામનગરના સરદાર ચોકથી સામૈયા સાથે આંબેડકર ચોક સુધી આર્મીમેનને સન્માનવા ઉત્સાહભેર શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.