સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી સતુઆબાબા વિદ્યાલય ખાતે ૧ર-પ-૧૮ થી ૧-૬-૧૮ સુધી રાત્રિ માટેનો સમર કેમ્પનું આયોજન થયેલ છે. ગુજરાતના જુદા-જુદા શહેરોમાંથી ૧૦૦ કરતા પણ વધારે બાળકો આ સમર કેમ્પમાં ભાગ લઈ દરરોજ યોગ મેડીટેશનની પ્રક્રિયાઓ કરી રહ્યાં છે અને યોગનું જ્ઞાન મેળવી રહ્યાં છે. સમર કેમ્પમાં તજજ્ઞ યોગ ગુરૂઓ દ્વારા યોગના પાઠો ભણાવવામાં આવે છે. સમગ્ર કેમ્પને સફળ બનાવવા અરૂણભાઈ ભલાણી તેમજ તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.