સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આજ રોજ તારીખ ૦૫/૦૮/૨૨ ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર(સી. એચ. સી) હોસ્પિટલ માં બેઝિક ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં તેના સ્ટાફ નર્સ,ગ્રાઉન્ડ સ્ટાફ,ડોક્ટર વગેરે જોડાયા હતા.ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ અને ફાયરમેન ધર્મેન્દ્ર ચાવડા દ્વારા ઇમરજન્સી સમયે ફાયર ના એકષ્ટિંગ્યુશર (ફાયર બોટલો) વિશે ની માહિતી જેવી કે તેનો ઉપયોગ કેમ કરવો, કઈ ફાયર માં ક્યાં એકષ્ટિંગ્યુશર નો ઉપયોગ કરી આગ બુઝાવી વગેરે માહિતી આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે હોસ્પિટલ માં રહેલ દર્દી અને હોસ્પિટલ સ્ટાફ નો આગ સમયે બચાવ કેમ કરવો તે પણ જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર ..