ફોજીઓ માટે 2000 રાખડી મોકલાવી સ્કાઉટ ગાઈડએ.

150

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયો અનોખો કાર્યક્રમ
લેખક અને સંપાદક હર્ષલ પુષ્કર્ણા દ્વારા સિયાચીન અવેરનેસ ડ્રાઇવ અંતર્ગત ‘એક રાખી ફૌજી કે નામ ” મિશન ચાલી રહ્યું છે. ભાવનગરમાંથી પણ છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓ સરહદ પર ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનોને રાખડી મોકલે છે. આ કાર્યમાં ભાવનગરના સ્કાઉટ- ગાઈટ વિદ્યાર્થીઓ વિશેષ સ્નેહ અને રાષ્ટ્રપ્રેમ સાથે જોડાતા હોય છે.
વિવિધ શાળાના સ્કાઉટ – ગાઈડ યુનિટના વિદ્યાર્થીઓ કોઈ સ્થળે એકઠા થઈ આ રાખડીઓ જાતે જ બનાવે છે અને તેની સાથે એક પત્ર પણ લખીને મોકલવામાં આવે છે. ચાર વર્ષ પહેલા આવી 250 રાખડીઓ સેનાના જવાનોને મોકલી હતી અને આ વર્ષે વિવિધ શાળામાં 8 કલાક માટે આ રાખડી બનાવવાનું કામ 100 સ્કાઉટ ગાઈડ ,રોવર રેન્જરે કર્યું અને 2000 રાખડીયો એક રાખી ફોજી કે નામ અંતર્ગત મોકલવામાં આવી છે. કોઈ સ્વેચ્છિક સંસ્થા દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓને જોડીને આટલી રાખડી ફોજીઓને મોકલનાર આ કદાચ પ્રથમ સંસ્થા હશે. આ કાર્યમાં શહેરની વિદ્યાધીશ વિદ્યાસંકુલ , સ્વામિનારાયણ ગુરુકુળ , પ્રણામી પ્રાથમિક શાળા , બી એન વીરાણી હાઈસ્કૂલ , ટી બી જૈન કન્યા પ્રાથમિક શાળા , પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસ્કાર ધામ શાળા નં 69 , દક્ષિણામૂર્તિ સંસ્થા , વિવેકાનં રોવર ક્રૃ , રાણી લક્ષમીબાઈ રેન્જર ટીમ વીગેરે શાળાઓના સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જર જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટ ના માર્ગ દર્શન મા અજયભાઈ ભટ્ટ , કાજલબેન પંડ્યા , યશપાલ વ્યાસ , ગોપાણી પાર્થ તેમજ રોવર રેન્જર દ્વારા જહેમત ઉઠાવી હતી.

Previous articleસુપ્રસિદ્ધ ગીતકાર રઈશ મણિયારના સાનિધ્યમાં તાલીમ શિબિર યોજાઈ
Next articleશ્રી ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલ-સોનગઢનો એક દિવસીય પ્રવાસ યોજાઈ ગયો.