સાળંગપુર હનુમાનજી દાદાને શિવ સ્વરૂપા વાઘાનો અને પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો

31

દિવ્ય સત્સંગ તથા વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમાન મંત્ર યજ્ઞ યોજાયો..
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત એવા વિશ્વવિખ્યાત બોટાદ જિલ્લાના સાળંગપુર ધામે બિરાજમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્રતા એકાદશી અને પવિત્ર શ્રાવણ માસ સોમવાર નિમિત્તે આજરોજ તારીખ 8-8-2022 ને સોમવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તથા પૂજારી સ્વામીની મહેનતથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને દિવ્ય શિવ સ્વરૂપના વાઘા તેમજ પવિત્રતાનો શણગાર કરવામાં આવ્યો હતો સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદી ભૂત શ્રી નીલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન અભિષેક આરતી કરવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ શાંતિ હનુમાન ચાલીસા અને હનુમાન મંત્ર યજ્ઞ અંતર્ગત પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો યજ્ઞ પૂજા પાઠ કરવામાં આવેલ દિવ્ય સત્સંગના શ્રવણ દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ધન્યતા નો અનુભવ કર્યો હતો..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

Previous articleરાણપુર પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે ભવ્ય હીંડોળા ઉત્સવનો પ્રારંભ
Next articleઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા પ્રકૃતિ રક્ષણ માટે 5000 સિડ્સ બોલ બનાવી ને નાખવા માં આવ્યા