પ્રકૃતિ ના રક્ષણ ની સૌ કોઈ ની સંયુક્ત જવાબદારી છે સરકાર અને સમાજ સાથે મળી ને પ્રકૃતિ ના રક્ષણ માટે કાર્ય કરી ને સારું પરિણામ મેળવી શકે છે ખાસ ચોમાસા ના સમય માં વરસાદી જળ નો સંગ્રહ કરવો અને પર્યાવરણ ને વધુ સુરક્ષિત રાખવા વૃક્ષો નું જતન કરવા ના ભાગરૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા પ્રકૃતિ રક્ષણ માટે 5000 સિડ્સ બોલ બનાવી ને પડતર જંગલ જેવા વિસ્તારો માં નાખવા માં આવ્યા હતા ખાસ ૮૦૦૦ થી વધુ બીજોનો ઉપયોગ કરી ૫૦૦૦ સીડબોલ બનાવવામાં આવ્યા જેમાં બોરસલી,ગરમાળો, અશ્વગંધા, વડ, પીપર જેવા બિજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેડક્રોસ ના ભાવનગર અને અલંગ ખાતે ના વિભાગ માં સ્વંયસેવકો, અને જુનિયર રેડક્રોસ ના બાળકો દ્વારા આ કાર્ય પ્રકૃતિ સંરક્ષણ દિવસ અંતર્ગત કરવામાં આવ્યો હતો. જેમાં બીજ તળાજા બીજબેંક મુકેશભાઈ ધાપા દ્વારા બીજનો સહયોગ મળ્યો હતો જ્યારે રેડક્રોસ ના સ્વંયસેવક અને પર્યાવરણ સેવક યશભાઈ વ્યાસ દ્વારા સૌને સિડ્સ બોલ તૈયાર કરવા માટે ની જરૂરી સમજ આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ ના અનેક દેશો પર્યાવરણ રક્ષા માટે સિડ્સ બોલ પદ્ધતિ દ્વારા વૃક્ષો વાવે છે આ કાર્ય માં રેડક્રોસ ના ચેરમેન ડો મિલનભાઈ દવે,વાઇસ ચેરેમન એડવોકેટ સુમિત ઠકકર, સેક્રેટરી વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી,વિનયભાઈ કામળિયા ના માર્ગદર્શન નીચે કાર્યવાહી કરવા માં આવી હતી.