ભાવનગર ના લાકડીયા પુલ પાસે આવેલ શ્રી કાળભૈરવ દાદાનાં મંદિરે ૪૩ મો પાટોત્સવ ઉજવાયો

23

ભાવનગર શહેર નાં છેડે આવેલ લાકડીયા પુલ પાસે આવેલ શ્રી કાળભૈરવ દાદા નાં મંદિરે ૪૩ મો પાટોત્સવ ઉજવાયો. આ પાટોત્સવ પ્રસંગે ભાવિકો શ્રી કાળભૈરવદાદા ના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પૂ. મહંત શ્રી હરનાથબાપુ એ જણાવ્યુ કે હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર ભાવનગરવાસી ઓને આ મહામારી થી બચાવે તેમજ સમગ્ર ભારત દેશનાં લોકો નું રક્ષણ શ્રી કાળભૈરવ દાદા કરે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ ધર્મપ્રેમીજનો ત્થા ભાવિક-ભકતોએ દર્શન માટે પધારવા આશ્રમ દ્વારા અનુરોધ કરાયો છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર.

Previous articleGood morning Bhavnagar
Next articleભાવનગર એનએસયુઆઈ દ્વારા સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ફી વધારા લઈ પરિપત્રની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો