ભાવનગર એનએસયુઆઈ દ્વારા સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ફી વધારા લઈ પરિપત્રની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો

14

માત્ર BCAમાં 14 હજાર વિદ્યાર્થી દીઠ 2 હજારનો વધારો કરતા 57 લાખનો વધારો થયો
ભાવનગર યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાયનાસ કોલેજ દ્વારા કરવામાં આવેલ 15 ટકા ફી વધારો સામે આજરોજ એનએસયુઆઈ દ્રારા શહેરના વાઘાવાડી રોડ ખાતે આવેલ શામળદાસ કોલેજના મુખ્ય ગેટ પાસે ફી વધારાના મામલે પરિપત્રની હોળી કરીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, તેમજ અગામી સમયમાં ફી વધારો પાછો ખેંચવામાં નહીં તો આવનારા દિવસો માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કોરોના મહામારી બાદની વિકટ સ્થિતિમાં માંથી લોકોની આર્થિક પરિસ્થિતિની ગાડી હેમખેમ પાટે ચડી છે ત્યારે ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ફી વધારાનો નિર્ણય આર્થિક રીતે સંકડામણથી પીડાતા વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે વધારો બોજ રૂપી છે. આ બોજ વાલીને પોતાના બાળકનું શિક્ષણ અધૂરું છોડાવવા સુધીની પરિસ્થિતિનું ઉભી કરી શકે છે આ અંગે યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન સ્વ-નિર્ભર કોલેજો દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23થી અભ્યાસક્રમોની ફી માં 15 ટકાનો વાર્ષિક વધારો નક્કી કરવામાં આવ્યો છે આ સમયે ફી વધારો કરવો એ વિદ્યાર્થીના ભવિષ્ય પર સંકટ ઉભું થયું છે આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવો જરૂરી છે. માત્ર બીસી એ કોર્સમાં 14,000થી વધારે વિદ્યાર્થીઓ છે જેનો વિદ્યાર્થી દીઠ 2000 રૂપિયા લેખે વધારો એનો આંક 57 લાખ રૂપિયા પહોંચે છે આ માત્ર એક અભ્યાસક્રમની વાત છે જ્યારે અન્ય કોર્સની તો વાત અલગ જ રહી છે, જેને લીધે NSUI, યુથ કૉંગ્રેસ અને સેનેટ સભ્ય દ્વારા આ ફી વધારાનો નિર્ણય પરત લેવા માટે માંગણી કરવામાં આવી છે, આ વિરોધ પ્રદર્શન વેળાએ યુવક કોંગ્રેસના શહેર અને જિલ્લાના પ્રમુખ, સેનેટ મેમ્બર, યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ તથા કોંગ્રેસના આગેવાન હોદેદારો અને વિવિધ સેલના આગેવાન હોદેદારો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા,

Previous articleભાવનગર ના લાકડીયા પુલ પાસે આવેલ શ્રી કાળભૈરવ દાદાનાં મંદિરે ૪૩ મો પાટોત્સવ ઉજવાયો
Next article‘હર ઘર તિરંગા’ અભિયાનની ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજી ડેમની અંદર પાણીમાં તિરંગા ફરકાવવી અનોખી ઉજવણી