શિક્ષકો દ્વારા ડેમની અંદર ઊંડે પાણીમાં જઈ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો
આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અન્વયે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તેને અનુલક્ષીને ભાવનગરમાં પણ તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમની અંદર પાણીમાં તિરંગા લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાલીતાણાના શેત્રુંજી ડેમ ખાતે 15 જેટલી શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ લઈ ‘હર ઘર તિરંગા યાત્રા’ અંતર્ગત ‘તિરંગા યાત્રા’ કાઢવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયાં હતાં. શેત્રુંજી ડેમ ખાતે શિક્ષકો દ્વારા ડેમની અંદર ઊંડે પાણીમાં જઈ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પાલીતાણાની સરકારી શાળા દ્વારા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલીતાણાની ઉત્તર બુનિયાદી શાળા, પાણીયારી તેમજ ડેમ કેન્દ્રવર્તી સરકારી શાળાનાં બાળકોએ ભાગ લીધો હતો, હર ઘર તિરંગા યાત્રાના પીએમ મોદીના અભિયાનમાં ભાવનગરની સરકારી શાળાના બાળકો જોડાયા હતા, જેમાં તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, શેત્રુંજી ડેમ કે.વ શાળા ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ અને આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શાનદાર તિરંગા યાત્રાનું આયોજન સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું.
પાલીતાણા શેત્રુંજી ડેમની અંદર મોટી પાણીયાળીના આચાર્ય અને અને કોલેજની બી.એ. ટીમ દ્વારા શેત્રુંજી ડેમની ઊંડે અંદર તરીને જઈને પાણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અનોખી રીતે દેશભાવના બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે તિરંગા યાત્રા અંતર્ગત અલગ- અલગ ફ્લોટ્સ ગોઠવી રાષ્ટ્ર પ્રત્યેના અને તેના પ્રતિક પ્રત્યેનો આદરનો આ કાર્યક્રમ વાસ્તવમાં આગવો અને અનોખો બની રહ્યો હતો.