સિહોર પોલીસ સ્ટાફે ગતરાત્રિના ધ્રુપકા ગામ પાસેથી દેશી દારૂ ભરીને જતી સ્ક્વોડા કારને ઝડપી લીધી હતી. જ્યારે કારનો ચાલક નાસી છુટ્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ, સિહોરના ધ્રુપકા ગામ પાસેથી દેશી દારૂ ભરીને પસાર થતી સ્કવોડા કાર નં.જીજેર૩ એ ૪૪૪રને સિહોર પોલીસ સ્ટાફે બાતમી રાહે અટકાવતા કારનો ચાલક કાર મુકીને નાસી છુટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા જેમાં દેશી દારૂ લીટર ૧૯પ કિ.રૂા.૩૯૦૦નો મળી આવતા કારની કિ.રૂા.પ૦ હજાર મળી કુલ રૂા.પ૩૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિ. એક્ટની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.