બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસ ની ખુબજ ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી તા 10/8/2022 નાં રોજ વહેલી સવારથી જ રાણપુર ની ધી.જન્મભુમી હાઇસ્કૂલ અને મુખ્ય કુમાર શાળા અને રૂક્ષ્મણીબેન કન્યાશાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અને વન વિભાગના નાયબ વન સંરક્ષક નાં માર્ગદર્શન હેઠળ રાણપુર રેન્જના R.F.O. વી.જી.ચૌધરી અને ઈન્ચાર્જ ફોરેસ્ટર એમ.જે.પરમાર તથા વનવિભાગ કર્મચારી સુરેશભાઈ પરમાર હાજર રહ્યા હતા અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાણપુરના જાહેર માર્ગો ઉપર ખુબજ ઉત્સાહ પુર્વક રેલી યોજી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર