ઘોઘા તાલુકાની શ્રી પીપરલા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ તાજેતર માં યોજાયેલ કલા મહોત્સવ ૨૦૨૨ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી કાવ્ય લેખન માં આરતી ઘૂઘભાઈ સાટીયા એ પ્રથમ નંબર લાવી શાળા નું ગૌરવ વધારેલ છે તેઓને પ્રોત્સાહિત કરવા શાળા પરિવાર તરફથી ઈનામ આપવામાં આવેલ આ કાર્યને સફળ બનાવવા અરવિંદભાઈ સેંતા ,જશુભાઇ જાની અને પ્રકાશભાઇ પંડ્યા તેમજ અન્ય શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડેલ…
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર