૧૦૮ ની ટીમ દ્વારા ગુજરાતના સમગ્ર અરબી સમુદ્રના કિનારે દરિયાની વચ્ચે તિરંગો લહેરાવવામાં આવ્યો

43

દરિયાની અંદર જઈને રાષ્ટ્રના પ્રતિકને લહેરાવવામાં આવ્યો
ભારતની આન, બાન શાનનો પ્રતિક એવો તિરંગો હવે અરબી સમુદ્ર સાથે વાતો કરી રહ્યો છે
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આજથી શરૂ થયેલાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં તેની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
ભારતભૂમિનો એક પણ ખંડ ‘તિરંગા’ વગર ન રહે તેવાં લોકોના સ્વયંભૂ અભૂતપૂર્વ પ્રયાસો થકી ભારતની ધન્ય ધરા આજે તિરંગામય બની છે. ભારતની નદી, સરોવર, ડેમ, પહાડ, રણભૂમિ, વેરાન પ્રદેશ એમ તમામ જગ્યાએ ભારત દેશનું સ્વાભિમાન તિરંગાના લહેરાવવા સાથે છલકાઈ રહ્યું છે. તે ઉપક્રમમાં ગુજરાતમાં સંજીવની બનીને અનેક લોકોના જીવ બચાવનાર ૧૦૮ ની ટીમ દ્વારા એક સાહસભર્યું અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.

૧૦૮ ની ટીમ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે આવેલાં તમામ જિલ્લાઓના અરબી સમુદ્રના કિનારે ભારતની આન,બાન અને શાનના પ્રતિક એવાં તિરંગાને લહરાવીને ભારતમાતાનું સર વધુ ઉન્નત કર્યું છે. ભાવનગરના ઘોઘા, કોળિયાક, સરતાનપર, મહુવા, અલંગ સહિતની જગ્યાઓ સાથે અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર થી છેક પોરબંદર સુધીના અરબી સમુદ્રની અંદર નૌકા અને સ્પીડ બોટ દ્વારા જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આમ, ગુજરાતના પગ પખાળતાં અરબી સમુદ્રની મધ્યે, દરિયાની ઉછળતી છોળો વચ્ચે ભારતનો તિરંગો જ્યારે અરબી સમુદ્ર સાથે વાતો કરી રહ્યો હોય તેમ શાનથી ફરકી રહ્યો છે.

Previous articleતાજેતરમાં પોલીસ ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ પામનાર આણંદના પોલીસ જવાનને ભાવનગરની સૈનિક સંસ્થા દ્વારા રૂ.૧.૫૧ લાખની આર્થિક સહાય
Next articleભાવનગરમાં ભવ્યાતિભવ્ય ઐતિહાસિક તિરંગાયાત્રા, સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું