રખિયાલ નજીકથી ૭૫ હજારનો દારૂ ઝડપાયો

1746

ગત મોડી રાત્રે પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન ભાદરોડા ચોકડી પાસેથી આઇ ૧૦ કારને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ રોકવામાં નહિ આવતા ચોર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. રખિયાલ ક્રોસ કરતા પહેલા પોલીસે કારને આંતરીને રોકી લીધી હતી. જેમાંથી વિદેશી બનાવટનો ૭૫.૬૦૦નો દારૂ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
રભાદરોડા ચોકડી પાસે રખિયાલ પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. ગત મોડી રાતે પીએસઆઇ વી બી દેસાઇની ટીમના સુરેશભાઇ, હરેશકુમાર, મહેશકુમાર સહિત વાહન ચેકીંગ કરી રહ્યા હતા. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે એક આઇ ૧૦ કાર નંબર જીજે ૦૧ આરએન ૫૯૬૦ માં વિદેશી દારૂ લઇને નિકળી રહી છે. ત્યારે તપાસ દરમિયાન બાતમીવાળી કાર આવતા રોકવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ કાર ચાલકે વાહન હંકારતા પોલીસને પણ તેની પાછળ પીછો કરવો પડ્‌યો હતો. થોડો સમય તો ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંતુ રખિયાલ પાસે તેને પકડી લેવામાં આવ્યો હતો. કારની તપાસ કરતા તેમાંથી ઓફિસર્સ ચોઇસ વ્હીસ્કી ક્વોટરની ૧૩ પેટી, કિંમત ૬૨.૪૦૦, હેવર્ડ ૫૦૦૦ બિયર ૧૩૨ નંગ કિંમત ૧૩.૨૦૦ મળી કુલ૭૫.૬૦૦ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. જ્યારે ચાલક શરદ શંકર બજરંગી (રહે,નરોડા પાટીયા, ટેવરામ સોસાયટી પાસેની ગલીમાં, અમદાવાદ)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ ૨.૭૫.૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Previous articleબોરીજમાં દબાણકારોને નોટિસોઃ મકાનો ખાલી કરી દેવા પડશે
Next articleધોરણ-૧૦ બોર્ડનું પરિણામ આજે જાહેર