વૈદિક મંત્રોચ્ચાર અને શંખોના નાદ સાથે સ્વામિનારાયણ ગુરુકુલના 15 હજારથી વધારે વિધાર્થીઓ સાથેની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

22

સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે
આજના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર શહેર અને દેશમાં થઇ રહી છે ત્યારે ભાવનગર શહેરની સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના 10 હજારથી વધારે વિધાર્થીઓની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જે શહેરના કાળિયાબીડ પાણીની ટાંકી થઈ શરૂ થઈ, અક્ષરવાડી, સેન્ટ્રલ સોલ્ટ, આતાભાઇ ચોક, રૂપાણી થઈ ગુરુકુળ ખાતે પૂર્ણ થઈ હતી, આ યાત્રા યાત્રામાં ભારતમાતાના ફ્લોટ્સ, સર્વધર્મ સમભાવ, શૌર્યતા, દેશભક્તોની વીરગાથા, દેશાભિમાન, વિવિધતામાં એકતા એવા સંદેશ આપતા વેશભૂષા, સળગતી રિંગ દાવ સહિત ના ફ્લોટ્સએ આકર્ષક જમાવ્યું હતું,
ભારતના ઉત્કૃષ્ટ અને દેદીપ્યમાન અભિયાન 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિધ વિધ કાર્યક્રમનું આયોજન સુંદર અને અવિસ્મરણીય રીતે ચાલી રહ્યું છે જે અંતર્ગત ભાવનગરની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ આવા તમામ ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વને ભવ્ય અને દિવ્ય રીતે ઉજવે છે તેની ઓળખ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુરુકુળ પ્રાંગણનું રાષ્ટ્રીય પર્વ રંગદર્શી, ભવ્યાતિભવ્ય અને ચિરસ્મરણીય રહ્યા છે. આ વર્ષ જ્યારે આપણું રાષ્ટ્ર આપણું ગર્વિલો દેશ આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હોય ત્યારે ગુરુકુળ પ્રાંગણ પર આ દેશના મહોત્સવમાં સહભાગી થયું હતું.

ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામીજીના માર્ગદર્શન તળે સ્વાતંત્રદિનની ઉજવણી સુંદર રીતે થઈ હતી. જે અંતર્ગત ગુરુકુળ સંકુલની તમામ ભગિની સંસ્થા મળી 15મી તારીખે સ્વાતંત્ર દિનને સવારે 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ભાવનગરનાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓની તિરંગા યાત્રા નીકળી હતી. અતિથિ વિશેષ તરીકે ભાવનગરના મહારાજા જયવીરરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ વર્ચ્યુઅલ રીતે સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી.

આ યાત્રા પાણીની ટાંકીથી અક્ષરવાડી, સેન્ટ્રલ સોલ્ટ, આતાભાઈ ચોક, રૂપાણીથી ગુરુકુળ ખાતે પૂર્ણ થઈ હતી, આ તિરંગા યાત્રામાં ભારતમાતાનો ફલોટ, સર્વધર્મ સમભાવ, શૌર્યતા, દેશભક્તોની વીરગાથા, દેશ અભિમાન, વિવિધતામાં એકતા એવા સંદેશ આપતા ફ્લોટ તેમજ એર, નેવી અને આર્મીના પ્લાટુંન સ્કેટિંગ,સ્કાઉટ, અલગ અલગ સ્વાતંત્રવીરોની વેશભૂષા,સળગતી રીંગ દાવ વગેરે જેવા કરતબ, સંગીત અને તિરંગાના સહારે વિદ્યાર્થીઓ રજુ કર્યા હતા. તિરંગા યાત્રામાં આતાભાઈ ચોક અને રૂપાણી સર્કલ પર દેશભક્તિની કૃતિઓ થનગનાટ સાથે રજૂ થઈ હતી. તિરંગા યાત્રા બાદ સરદારનગર સંકુલમાં વિદ્યાર્થીઓ સુંદર રીતે દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી. ગુરુકુળનો આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતિ ને સાર્થક કરતો કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં,વાલીઓમાં તેમજ ભાવેણાવાસીઓ જોડાયા હતા.

Previous articleસૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૭૫ માં સ્વાતંત્ર પર્વની થયેલી શાનદાર ઉજવણી.
Next articleઉમરાળા ગામે પી.એમ. સર્વોદય હાઇસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી