જયધોષ – હર્ષ નાદ સાથે ત્રિરંગા યાત્રા મા જોડાયા સ્કાઉટ ગાઈડ

77

“આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા”અંતર્ગત ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ -ગાઈડ સંઘ દ્રારા ૧૫ ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ તિરંગાયાત્રા ક્રેસન્ટથી શરૂ કરી વિવિધ હર્ષનાદો અને આઝાદીનાં જયઘોષ સાથે વિધાર્થીઓ શહીદ સ્મારક પહોંચી શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી આઝાદીનાં અમૃત મહોત્સવમાં સહભાગી થયાં હતાં.આ તિરંગાયાત્રામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં માન.ડે.ચેરમેન રાજદિપસિંહજી,શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ સાહેબ,સમિતિનાં સદસ્યશ્રી વિજયભાઈ,નિકુંજભાઈ,નિતીનભાઈ,વઘાસિયાભાઈ ,ઉદયભાઈ,રાજુભાઈ ઉપાધ્યાય .સંઘનાં પ્રમુખ શૈલેષભાઈ,મહામંત્રી વિપુલભાઈ,ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ કમિશ્નર ત્રિવેદી સાહેબ,ભાવનગર જિલ્લા ગાઈડ કમિશ્નર દર્શનાબેન,ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ મહામંત્રી અજયભાઈ,સ્કાઉટ માસ્ટરો અને ગાઈડ કેપ્ટનો ,રોવર – રેન્જર અને સિનિયર સ્કાઉટ-ગાઈડ સાથે જોડાઈ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી.સૌ સ્કાઉટ-ગાઈડ બાળકોને પ્રોત્સાહિત કર્યાં હતા.આ તિરંગા યાત્રામાં ૨૦૦ સ્કાઉટ-ગાઈડ અને ૨૫ શિક્ષકો જોડાયા હતાં.છેલ્લે તમામ બાળકોને ધર્મેન્દ્રભાઈ ડાભી તરફથી હળવો નાસ્તો કરાવવામાં આવ્યો હતો સમગ્ર રેલી ને સફળ બનાવવા રમેશભાઇ પરમાર, યશપાલ વ્યાસ, પાર્થ ગોપાણી તેમજરોવર – રેન્જર તેમજ શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.

Previous articleઉમરાળા ગામે પી.એમ. સર્વોદય હાઇસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
Next articleઆઝાદીકા અમૃત મહોત્સવની ખરા અર્થમાં ઉજવણી..