ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ ખાતે કાર્યરત રેડક્રોસ હોસ્પિટલ ના તમામ વિભાગો અને શિપરિસાયકલિંગ એસોસિએશન અને જી.એમ.બી દ્વારા આઝાદી ના અમૃતમહોત્સવ નિમિતે વર્કરો અને સ્વંયસેવકો ની તિરંગા યાત્રા યોજવા માં આવી હતી જે અલંગ અને સોસિયા શિપ યાર્ડ ના મુખ્ય માર્ગો પર તિરંગા અને દેશભક્તિ ના સૂત્રોચ્ચાર સાથે ફરી હતી જેમાં અલંગ માં કાર્ય કરતા પરપ્રાંતીય અને સ્થાનિક વર્કરો , પ્લોટ ના સેફટી ઓફિસરો, મેનેજરો, પ્લોટ માલિકો, ગુજરાત મેરિટાઇમ બોર્ડ ના સ્થાનિક અધિકારીઓ , રેડક્રોસ સોસાયટી સંચાલિત હોસ્પિટલ અને મોબાઈલ ક્લિનિક અને વિવિધ વિભાગો ના સ્ટાફ તથા સ્વંયસેવકો જોડાયા હતા સમગ્ર અલંગ માં રાષ્ટ્ર ભક્તિ નું વાતાવરણ ઊભું થયું હતું રેડક્રોસ ના દરેક વિભાગો ને શુશોભીત કરવા માં આવ્યા હતા તેમજ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવા માં આવ્યું હતું