શિહોર તાલુકાના સોનગઢ ગુરુકુલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા ડૉ. જયદીપસિંહ ચૌહાણે કંડારેલી કેડી મુજબ સોનગઢ ગુરુકુલના વિધાર્થીઓ કે જે ભારતીય સેનામાં હાલ સેવારત યા સેવા નિવૃત્ત થયેલ હોય તેવા સૈનિકોનું સન્માન કરેલ. વિધાર્થીઓ અને યુવાનોમાં ભારતીય સેના પ્રત્યેનું માન અને આદર વધે અને સેના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય તેવી ભાવના સાથે હાલ સોનગઢ ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી અને વહીવટદાર સેવાનિવૃત્ત સૈનિક,ઉત્સાહી યુવાન અને કાર્યક્રમના અધ્યક્ષ વિજયસિંહ રાઠોડના વરદ હસ્તે ધ્વજવંદન કરેલ. ગુરુકુલ-સંસ્થાના તમામ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતાનું પૂજન કરી, પ્રભાત ફેરી સમગ્ર સોનગઢ ગામમાં કાઢેલ.ત્યારબાદ પરેડ,લાઠીદાવ,તલવારબાજી જેવા શોર્ય સભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ. આ તકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અતિથિ વિશેષ તરીકે સોનગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.શ્રી વી.વી.ધ્રાંગુ સાહેબ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની આભારવિધિ ગુરુકુલ સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા ડૉ. જયદીપસિંહ બી.ચૌહાણે કરેલ.જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તમામ વિભાગના આચાર્યોના માર્ગદર્શન મુજબ ગુરુજીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.