વલભીપુર શહેર ઉપરાંત તાલુકા મથકે રાષ્ટ્રીય તહેવાર દેશભક્તિમાં તલ્લીન થઈને ચોમેર ઉજવાયો છે કંથારીયા ગામે તાલુકા કક્ષાની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન પરેડ સાથે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા વલભીપુર તાલુકાના કંથારીયા ગામે 76 માં સ્વતંત્રતા પર્વની આનબાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વલભીપુર મામલતદાર બી એન કણઝરીયા ધ્વજ વંદન કરીને સલામી જીલી હતી અને ત્યાર બાદ પ્રવચન અને આઝાદીની વાત સાથે જણાવ્યું હતું ભારતના 76 માં સ્વતંત્રતા પર્વની સૌ વલભીપુર વાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવનારા પ્રત્યેક વીર શહીદ તથા અન્ય નામી અનામી ક્રાંતિકારીઓને નતમસ્તક વંદન કરું છું દેશના વીરસપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધમાં બંધાવ્યું હતું ઉજવણીમાં વલભીપુર પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજી તિરંગાને સલામી આપી હતી અને પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમ જ સ્વયં સેવકો પોલીસ મહેસુલ પંચાયત આરોગ્ય શિક્ષક પશુ ચિકિત્સક ડોક્ટર સહિતના વિવિધ વિભાગ કર્મચારીઓને પ્રશંસનીય સેવા બદલ સન્માનિત કરાયા હતા અને કાર્યક્રમ સ્થળ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલભીપુર મામલતદાર સાથે વલભીપુર તાલુકા વિકાસ અધિકારી વલભીપુર પોલીસ પીએસઆઇ ડી કે સરવૈયા વલભીપુર પોલીસ સ્ટાફ ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ સોલંકી જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો તેમજ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો હોદ્દેદારો સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કંથારીયા ગામે દેશભક્તિના રંગોમાં રંગાયું વલભીપુર મામલતદાર તિરંગા ને વંદન કરી સલામી આપી અનેકવિધ કાર્યક્રમઓએ આકર્ષક જમાવ્યું મુખ્ય આગેવાનો અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર