પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા અને પ્રખ્યાત રામાયણી મોરારીબાપુના હસ્તે માહિતી ખાતાના સિનિયર સબ એડિટર સુનિલ પટેલનું જાહેર સન્માન

13

વર્ષ દરમિયાન કલમનું કૌવત બનાવી જિલ્લાની છબી ઉજળી બનાવવાં માટે કરેલા યશસ્વી પ્રદાન માટે આ સન્માન કરવામાં આવ્યું
૧૫ મી ઓગસ્ટના અવસરે વર્ષ દરમિયાન જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓને મંત્રી અને મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે કલમના કૌવત દ્વારા જિલ્લાની છબી ઉજળી બનાવવાં માટે કરેલાં યશસ્વી પ્રદાનને ધ્યાનમાં રાખીને જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સિનિયર સબ એડિટર સુનિલ પટેલનું પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, પ્રખ્યાત રામાયણી મોરારીબાપુ અને કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે સિનિયર સબ એડિટર સુનિલ પટેલ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગની ફરજ દરમિયાન લોકોપયોગી પ્રચાર- પ્રસિદ્ધિની ઉત્કૃષ્ટ કામગીરી તેમજ સરકારની વિવિધ યોજનાઓ તેમજ સહાયની તટસ્થ માહિતી ઝડપભેર લોકો સુધી પહોંચાડી લોકોને સરકારની વિકાસયાત્રા સાથે જોડવાની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુનિલ પટેલને આ અગાઉ અમદાવાદ ખાતેના કાર્યકાળમાં કોરોનામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.

Previous articleવલભીપુરમાં શાનથી તિરંગો લહેરાયો 76 માં સ્વતંત્રતા પર્વની આનબાન શાન સાથે ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી
Next articleશિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય વંદનાની ઉત્સાહભેર ઉજવણી