સને- ૧૯૪૭ રાત્રીનાં ૧૨-૦૦ વાગ્યે જે ધ્વજ ભૂમિ ઉપર સ્વાતંત્ર્ય વંદના થઈ હતી. તે ભૂમિ ઉપર સતત ૭૬ માં વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
જાણીતા માનવતાવાદી દોલતભાઈ કાણકીયાની અધ્યક્ષતામાં યોજાયેલ. રાષ્ટૃવંદના સાથે ક્રિડાગણનાં તાલુમાર્થિઓની બેન્ડ સલામી સાથે સ્વાતંત્ર્ય અમૃત મહોત્સવે સંસ્થાએ યોજેલ ૩૭૫ થી વધુ પ્રવૃત્તિઓમાં સહભાગી થયેલ ૧,૭૫,૦૦૦ નાગરિકોનાં દસ્તાવેજનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઉપરાંત ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત પ્લાસ્ટિકનાં બદલે ૭૫,૦૦૦ કાપડની થેલીઓ તૈયાર કરાવનાર સંસ્થાનાં કાર્યકર શ્રી દક્ષાબહેન ગોહેલનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યુ હતું. શિશુવિહાર સંસ્થાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ દવેનાં વરદ હસ્તે ૧૫ શ્રમિક બહેનોને શારદાબહેન ધીરજલાલ દેસાઈ પરિવાર તરફથી સીવણ સંચા અર્પણ કરવામાં આવ્યાં હતાં. સાથો સાથ શહેરનાં સાંસ્કૃતિક વારસાનું જતન કરતી ૫૦ થી વધું સ્વૈચ્છિક સંસ્થાઓનુ વિશેષ અભિવાદન કરાયું હતું.
આઝાદીનાં અમૃત મહોત્સવ પ્રસંગે વિશેષ સક્રિયતાથી શહેરનાં આમ નાગરિકોની સેવા શિક્ષણ અને તાલીમ અવસર આપનાર શિશુવિહાર ક્રીડાગણનાં તાલીમાર્થિઓને નમતી સાંજે રાષ્ટ્રીય વંદના કાર્યક્રમ થકી સમગ્ર પ્રસંગેને રાષ્ટ્રીય ભાવનાથી સુશોભિત કરવામાં આવ્યો હતો.