બોટાદ જીલ્લાના રાણપુરમાં કિનારા સ્થિત ગીતાંજલી કેમ્પસ સંચાલિત શ્રી કે.ડી.પરમાર વિદ્યાલય તેમજ સન સાઈન અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 76 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નાં ભાગ રૂપે અતિ ભવ્ય આયોજન કરી આઝાદીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.ભારતની આઝાદીને 75 વર્ષ પુર્ણ થતા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાય રહ્યો છે ત્યારે આ પર્વ નિમિતે સમગ્ર ગીતાંજલી કેમ્પસ ને તિરંગાઓથી તેમજ વિવિધ પ્રકારની કલાકૃતિ થી એક દુલ્હનની માફક સજાવવામાં આવ્યું હતું.શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશ ને આઝાદી અપાવવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર દેશના વિર સપૂતો ને યાદ કરતા દેશભક્તિ ગીતો અને આપડા ભારત વર્ષની ઝાંખી કરાવતી અનેક વિધ કૃતિઓ રજૂ કરી અને શાળાના પટાંગણમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓને દેશ ભક્તિનાં અને શોર્યતાનાં રંગે રંગી દીધા હતા આ કાર્યક્રમમાં ગીતાંજલી ગ્રુપ ઓફ સ્કૂલના પ્રમુખ અરવિંદભાઈ ધરજીયા ના હસ્તે ધ્વજ ફરકાવી અને કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી તેમજ અતિ વિશેષ મહેમાનોમાં ગીતાંજલી શૈક્ષણિક સંકુલ નાં સંચાલક સંદીપભાઈ ધરજીયા પોતાની સમગ્ર ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા અને આઝાદીના પર્વની ધામધૂમથી ઉજવણી થાય તેના માટે શાળાના સંચાલક વલ્લભભાઈ ધરજીયા તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા રાત દિવસ ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર