રાણપુર શહેરમાં રાવળ સમાજના સ્મશાનમાં થયેલા દબાણ દૂર કરવા TDO અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

27

રાવળ સમાજની દેવતુલ્ય ખાંભીઓને તોડી જમીન સમતલ કરી નાખતા રાવળ સમાજમાં ભારે રોષ
બોટાદ જીલ્લાના રાણપુર શહેરના રાવળ સમાજ દ્રારા તેમના સ્મશાનમાં થયેલા ગેરકાયદેસર દબાણને દુર કરવા રાણપુર મામલતદાર ને તેમજ ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. આ આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી હતી કે રાવળ સમાજ 200 વર્ષથી રાણપુર મુકામે રહે છે અને હિન્દુધર્મ અને સંસ્કૃતિનાં રક્ષણનું મુખ્યકાર્ય રાવળ સમાજનુ છે. અમારા સમાજમાં મૃત્યુ બાદ મૃતદેહને સમાધિ આપવામાં આવે છે.અમે સહુ નિશ્ચિત જગ્યાએ વર્ષોથી અમારા વડવાઓને નદી કીનારે રે.સ.નં. 386માં સમાધિ આપીએ છીએ. આ જમીન પંચાયત દ્વારા અમારા સમાજને નિમ કરવામાં આવી છે. જયાં અમારા સમાજની 200 જેટલી દેવતુલ્ય ખાંભીઓ આવેલ છે. અસામાજીક તત્વો દ્રારા આ સ્મશાનને, ખાંભીઓને તોડી નાંખી, જેસીબી ફેરવીને જમીન સમતલ કરી નાખવામાં આવી છે. જેમાં તાલુકા પંચાયતનાં સભ્યોનાં પરીવારજનો, ગ્રામ પંચાયતનાં સભ્યો વગેરે ભેગા મળીને સ્મશાન તોડી ફરતી દિવાલ કરી અન્ય ઉપયોગમાં લેવા માટે તજવીજ કરે છે. આ સ્મશાનવાળી જગ્યા રાવળ સમાજને પરત મળે, દબાણકર્તા શખ્સો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેવી રજુઆત કરવામાં આવી હતી.રાવળ સમાજની સ્મશાનની જગ્યા પરત નહીં મળે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલત કરીશું.આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં રાવળ સમાજના લોકો હાજર રહ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleલમ્પી વાયરસને પગલે: રાણપુરમાં ગૌનંદી સેવા ગૃપ દ્વારા ગાય,નંદી અને વાછરડાને આર્યુવેદીક લાડવા ખવડાવામાં આવ્યા…
Next articleપર્યુષણ પર્વ નિમિત્તે રાણપુરમાં કતલખાના બંધ રાખવા જૈન સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યુ..