ઘોઘા તાલુકાના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર વાળુંકડ અને આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તારો નાં છેવાડા નાં માનવીઓ સુધી ગુણવત્તા સભર અત્યંત અત્યાધુનિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે અહર્નિશ ,રાઉન્ડ ધ કલૉક, ૨૪ × ૭, સમર્પિત અને ઊર્જાવાન અને યશસ્વી કામગીરી દ્વારા લોકપ્રિય થયેલ ડો. રાકેશભાઈ ખીમાણી સાહેબ કે જેઓને લોકો તેમજ દર્દીઓ ખીમાણી સાહેબ થી ઓળખે છે તેઓ MBBS મેડિકલ ઓફિસર ક્લાસ 2 PHC VALUKAD માં ફરજ બજાવે છે આજે તેઓ એ તેમના જન્મ દિવસ ની ઉજવણી ગરીબ અતિ પછાત છેવાડાના દર્દીઓ ને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર વાળુંકડ પર સારવાર -સલાહ આપી દર્દી ને મોટિવેટ કરી પોતાના કામ પ્રત્યે નિષ્ટાવાન રહી કર્મ એજ ધર્મ ના સૂત્ર ને સાર્થક કરતા પોતાના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી છે .તેમને ગુજરાત સરકાર તરફ થી બેસ્ટ મેડિકલ ઓફિસર નો એવોર્ડ તેમજ ભારત સરકાર તરફ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુંકડ ને NQAS નેશનલ કક્ષા ની ગુણવત્તા સભર આરોગ્ય સેવોઓ પુરી પાડવા બદલ આ એવોર્ડ મળેલ છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર..