બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા ના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લા નાસતા ફરતા સ્કોડ તથા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જી.રબારી તથા સ્ટાફના ભગીરથસિંહ લીંબોલા, મયુરસિંહ ડોડીયા,રામદેવસિંહ મોરી તથા એલ.સી.બી. સ્ટાફના પો.કોન્સ . બળદેવસિંહ લીંબોલા એ રીતેના સ્ટાફના માણસો આ કામગીરીમાં પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે તેમજ તથા ટેકનીકલ સોર્સીસથી મળેલ માહિતી આધારે રાણપુર પો.સ્ટે . ૨૯/૨૦૦૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે છેલ્લા તેર વર્ષથી નાસતો ફરતો આરોપી બળદેવભાઇ ભીખાભાઇ રાવળ રહે . રણાવડા ગામ , તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળો હાલ તેના વતન રણાવડા ગામ ખાતે રહે છે તેમ બાતમી ને આધારે ઉપરોક્ત સ્ટાફ સાથે ત્યાં જઇ તપાસ કરતા મજકુર ઇસમ ત્યાંથી ઝડપાઇ ગયેલ અને તેને હસ્તગત તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહીમાટે રાણપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે….
તસવીરઃવિપુલ લુહાર