પાંજરાપોળમાં 1300 પશુઓ આશ્રય લઈ રહ્યા છે અને દરોજ 50 હજાર નો ખર્ચ છે..
બોટાદ જીલ્લાના રાણપુરની પાંજરાપોળ માં હાલ 1300 જેટલા અબોલ પશુઓ આશ્રય લઈ રહ્યા છે.આ 1300 અબોલ પશુઓના નિભાવ માટે દરોજ રાણપુર પાંજરાપોળ ને 50 હજાર નો ખર્ચ છે.ત્યારે ખર્ચ ને પહોચી વળવા અને અબોલ પશુઓની સારી રીતે જાળવણી થાય તે માટે સુરત ખાતે સોમેશ્વર શ્વે.મૂ.જૈન સંઘના આંગણે બિરાજમાન શાસક પ્રભાવક વચનસિધ્ધ અને જીવદયા પ્રતિપાલક પ.પૂ.આચાર્ય ભગવંત વિજય પ્રબોધચંદ્રસુરીશ્વરજી(ચકાચક)મ.સા.ની પ્રેરણાથી વડોદરા સુભાનપુરા જૈન સંઘ તરફથી રાણપુર પાંજરાપોળ ને 2 લાખ 11 હજાર નું દાન રાણપુર પાંજરાપોળ ના અબોલ પશુઓ માટે આપતા રાણપુર પાંજરાપોળ ના ટ્રસ્ટીઓ દ્વારા દાનવીર વડોદરા સુભાનપુરા જૈન સંઘ નો આભાર માન્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર