હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હિન્દુ ધર્મ માં શ્રાવણ માસનુ વિશેષ મહત્વ રહેલુ છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી ને કાંઠે આવેલ બાલાજી મંદીર ખાતે બ્રહ્મભોજન નો કાર્યક્રમ યોજાયો હતો.બાલાજી મંદીરના મહંત પુજય યોગેશબાપુ ની નિશ્રામાં બ્રહ્મભોજન યોજાયુ હતુ જેમાં રાણપુરના બ્રાહ્મણો એ શ્લોક અને મંત્રોચ્ચાર સાથે બ્રહ્મભોજન નો લાભ લીધો હતો.બાલાજી મંદીર સેવક સમૂદાય દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર