રાણપુર પાસે આવેલ લોયાધામ સ્વામિનારાયણ મંદીર દ્વારા ઘરે ઘરે ફરતો સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ

22

પંથકના હરીભક્તો પોતાના ઘરે મહામંત્ર યજ્ઞ કરાવી ધન્યતા નો અનુભવ કરી રહ્યા છે
બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત મહામંત્ર વર્ષ ૨૦૭૮ના અંતર્ગત પરમ પૂજ્ય સદગુરૂ શાસ્ત્રી શ્રીધનશ્યામપ્રકાશદાસજી સ્વામીજીની શુભ પ્રેરણાથી શ્રી લોયાધામની આજુ બાજુના ગામમાં ઘરે ઘરે ફરતો મહામંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના ભક્તજનોને ભજન કરવા માટે સ્વમુખે જે મંત્ર આપ્યો હતો. તે “સ્વામિનારાયણ મહામંત્ર”. આ મહામંત્ર ના યજ્ઞ દ્વારા ભક્તજનોના કુટુંબમાં સંપ, સુહૃદભાવ અને એકતા વધે તથા કુટુંબમાં ભક્તિભાવ,આત્મિયભાવ અને આધ્યાત્મિકતાનો સંચાર થાય એવમ પોતાના જીવનમાં સત્સંગ અને વૈદિક સંસ્કાર ઉજાગર થાય તથા કુટુંબમાં રહેલા વ્યસન જેવા કુરીવાજો નાબૂત થાય અને પોતાનું જીવન સુખી દિવ્ય થાય એવા ઉમદા હેતુથી પરમ પૂજ્ય ગુરૂવર્ય શાસ્ત્રી સ્વામીએ આપેલુ આ મીશન ભકતજનોને ખૂબ જ લાભદાઈ નીવડી રહ્યું છે. મહામંત્ર યજ્ઞનો લાભ પ્રાપ્ત કરીને ભક્તજનો પણ એક અલૌકિક દિવ્ય અનુભૂતિ અનુભવે છે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleસિહોરના સણોસરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ રખડતા પશુનું મારણ કર્યું ; લોકો ભયમાં
Next article૭૩ મો વન મહોત્સવની તાલુકા કક્ષાની રાણપુરના ખસ ગામે ઉજવણી કરવામાં આવી..