આજરોજ તા 26/8/2022 ના રોજ સામાજીક વનીકરણ વિભાગ બોટાદ ની રાણપુર રેન્જ ના રાઉન્ડ ખસ ગામે 73 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો બોટાદ ના નાયબ વન સંરક્ષક ના માગૅદશૅન હેઠળ રાણપુર રેન્જ ના RFOવી.જી.ચૌધરી અને ફોરેસ્ટર એમ જે પરમાર અને રાણપુર વનવિભાગ ના કમૅચારી સુરેશ ભાઈ જે પરમાર અને ઈમરાનશા ફકીર અને રાણપુર તાલુકા પંચાયત ના પ્રમુખ વિનોદભાઈ સોલંકી અને બોટાદ જિલ્લા પંચાયત ના ચેરમેન ભગવતસિંહ દાયમા રણપુર નાયબ મામલતદાર બી.પી.રાણા અને રાણપુર તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન હિરાભાઇ ખાણીયા અને ખસ માધ્યમીક શાળા ના આચાર્ય વનરાજસિંહ ચાવડા અને ખસ ગામ ના ગામજનો ને તાલુકા કક્ષાનો વન મહોત્સવ વિશે વન વિભાગ દ્વારા જે લાભો મળતા હોય તેની યોગ્ય રીતે માહિતી આપી હતી અને વિવિધ જાતના વૃક્ષો નું રોપણ કરી તાલુકા કક્ષાનો વન મહોત્સવ ની ખુબજ ઉત્સાહા પુર્વક ઉજવણી કરવામાં આવી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર