ભાદરવી અમાસના મેળા નિમિતે માનવ મહેરામણ ઉમટયું

19

ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી અને હિરેન સોલંકીએ પણ પૂજા અર્ચના કરી
ભાવનગરમાં કોળિયાક ખાતે આવેલા મંદિરે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં ગુજરાત અને દેશભરમાંથી લાખો લોકો પવિત્ર સ્નાન માટે આવે છે. અહીં અમાસના આગળના દિવસે રાજવી પરિવાર દ્વારા ધ્વજા પૂજન નિલમબાગ પેલેસ ખાતે પૂજા વિધિ કરીને તેમના પ્રતિનિધિઓને આ ધ્વજા સોંપવામાં આવે છે. અને સૌ પ્રથમ ધજા ભાવનગરના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે સમુદ્રની વચ્ચે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિર ખાતે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે મેળો ભરાયા છે. તેમજ અહીં સમુદ્ર સ્નાન અને અસ્થિ પધરાવવા માટેનું અનેરું મહત્વ છે. જોકે, છેલ્લા બે વર્ષથી અહીં કોરોનાના કારણે મેળો ભરાયો નથી, પરંતુ તેમ છતાં આજે શનિવારે લાખોની સંખ્યામા લોકો પિતૃ તર્પણ અને અસ્થિ પધરાવવા માટે આવ્યાં હતા. પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,

દર વર્ષે મેળામાં દેશભર માંથી અનેક રાજ્યોમાંથી બે દિવસ દરમિયાન 1 થી 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવે છે, ભક્તોએ પવિત્ર સ્નાન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. પોલીસે અનેક રસ્તાઓ ઉપર બેરીકેટ લગાવ્યાં હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, નિષ્કલંક મહાદેવના મંદિરને સૌથી પ્રચીન મંદિર માનવામાં આવે છે ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામે સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવની શિવલિંગના દર્શન કરવા એક લ્હાવો છે. આ શિવલિંગ ઉપર દિવસમાં બે વખત સમુદ્ર જળ અભિષેક કરે છે. દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1 કિલોમીટર જઈ આ શિવલિંગના દર્શન કરે છે. અહીં દરિયા કિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે. જેમાં સૌથી પ્રચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવે છે. દિવ્યેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નિષ્કલંક મહાદેવ મંદિરે લાખો ભાવિકો દરવર્ષે પધારે છે. ઇતિહાસમાં પાંડવો દ્વારા નિષ્કલંક થયા હતા, તેના પગલે વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે. તમામ નાગરિકો સુખી અને સલામત રહે તેવી પ્રાર્થના કરી હતી.

Previous article૭૩ મો વન મહોત્સવની તાલુકા કક્ષાની રાણપુરના ખસ ગામે ઉજવણી કરવામાં આવી..
Next articleસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શૃંગાર,વિવિધ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો…