ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતના તમામ જિલ્લાના સ્કાઉટ ગાઈડ બાળકો માટે રાજ્ય પુરસ્કાર એવોર્ડની કસોટી લેવામાં આવતી હોય છે જે રાજ્ય કક્ષાની સર્વોચ્ચ કસોટી છે. વર્ષ 2021 – 22 ના વર્ષમા ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ સાથે જોડાયેલ જુદી જુદી 8 શાળાના સ્કાઉટ ગાઈડ બાળકોએ આ કસોટી આપેલ અને તે બધા જ બાળકો ઉતિર્ણ થયેલ. આ સ્કાઉટ ગાઈડનો સન્માન સમારોહ રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીની અધ્યક્ષતામાં અને કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના અતિથિ વિશેષ પદે રાજભવન ખાતે યોજાઈ ગયો. કાર્યક્રમમા ઓરીસાના પુર્વ ચિફ જસ્ટીસ કલ્પેશભાઇ ઝવેરી, શિક્ષણ સચિવ હૈદર, ભારત સ્કાઉટ ગાઈડ સંધ ઈન્ટરનેશનલ કમિશ્નર અનારબેન પટેલ, નેશનલ કમિશ્નર સ્કાઉટ મનીષકુમાર મહેતા, રાજ્ય મુખ્ય કમિશ્નર સવિતા બેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય દેવ્રતજીએ સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિને જીવન ધડતરની શ્રેષ્ઠ પ્રવૃત્તિ ગણાવતા પોતે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું ત્યારે સ્કાઉટ ગાઈડની પ્રાર્થનાનુ નિયમિત પઠન કરતા એમ જણાવેલ. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રવૃત્તિમાં જોડાયેલ બાળકોને ગ્રેસીગ માર્ક આપવાની વાત કરી હતી અને આ પ્રવૃત્તિ સર્વાંગી વિકાસ કરે છે તેમ જણાવ્યું હતું.