રાજુલામાં જય માતાજી યુવા ગૃપ દ્વારા નવરાત્રિ મહોત્સવ માત્ર મહિલા તેમજ બહેન-દિકરીઓ માટે ઉજવાઈ રહ્યો છે. તેમાં સોળે શણગાર સજી મહિલાઓ-યુવતીઓ ખેલૈયાને આશિર્વાદ આપવા ગરણી પાનસડા શક્તિ આશ્રમના જાગતિ જ્યોત માં વાલબાઈમાં પધાર્યા અને સાથે સાથે દેવાતભાઈ ખવડ સાથે ભરતભાઈ બોરીચા તેમજ ધમભાઈ બારોટના સંચાલનમાં નવરાત્રિ મહોત્સવ જામતો જ જાય છે અને દાતાઓ દ્વારા ખેલૈયાઓને ૧ થી ૭ નંબર સુધી ઈનામો ફાઈનલ તેમજ મેગા ફાઈનલમાં દર વર્ષની જેમ અપાઈ છે અને દરરોજ ઈનામો પ્રોત્સાહિત પણ અપાય છે. આ વર્ષે નર્મદા સિમેન્ટ બાબરકોટ જાફરાબાદ યુનિયના દિલીપકુમાર મિશ્રા તેમજ સાકરીયાભાઈ પધારી જય માતાજી યુવા ગ્રુપને પ્રોત્સાહિત ચેક સાહિત્યકાર ભરતભાઈ બોરીચાને આપેલ.