4 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન્ય જીવન દીવસ ની ઉજવણી ના ભાગરૂપે વિકટોરીયા પાર્ક ખાતે વિદ્યાધીશ વિદ્યાસંકુલ ના સ્કાઉટ ગાઈડ બાળકો માટે પ્રક્રૃતિ પર્યાવરણ શિબીર નુ આયોજન સવારે 8 – 30 થી બપોરે 02 સુધી કરવામાં આવ્યુ શિબીરની શરુઆત મા વિકટોરીયા પાર્ક અંગે અજયભટ્ટ દ્વારા માહિતી આપવામાં આવેલ ત્યાર બાદ વન્યજીવો , પક્ષીઓ અને વૃક્ષો અંગે યશપાલ વ્યાસ અને મલયભાઈ એ માહીતિ આપેલ વન ભ્રમણ દ્વારા ઔષધિય વૃક્ષો , છાયાના વૃક્ષો , રોપા અને જીવ જંતુ વીશે માહિતી આપી બપોરે સ્કાઉટ ગાઈડ બાળકો ધરેથી લાવેલ ટીફીન મિત્રો સાથે શેર કરી વન ભોજનનો આનંદ માણ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે વર્ષ દરમ્યાન 12 કાર્યક્રમ વિકટોરીયા પાર્ક ખાતે કરવાનાં છે જેમાનો આ પાંચમો કાર્યક્રમ સંપન થયેલ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટ , શાળા ના આચાર્ય વીશાલભાઈ ત્રિવેદી ખાસ હાજર રહ્યા હતા શિબિરને સફળ બનાવવા રોવર રેન્જર તેમજ સીનીયર સ્કાઉટ ગાઈડ નો સહયોગ મળ્યો હતો.