5 સપ્ટેમ્બર શિક્ષકદિન…શિક્ષક એ રાષ્ટ્રનો આધાર સ્તંભ છે..

23

5 સપ્ટેમ્બર શિક્ષકદિન…શિક્ષક એ રાષ્ટ્રનો આધાર સ્તંભ છે.. તેના ઉપર અંકુશ ના રાખો… એને બાળ ઘડતરનું કામ કરવા દયો..
શિક્ષકદિન વિશેષ..ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષકદિન તરીકે ઉજવીએ છીએ. આદર્શ શિક્ષક આદર્શ રાષ્ટ્રપતિ બનીને દેશ ની સેવા કરનાર સાચા અર્થના આદર્શ રાજનેતા બની ને પોતાની આગવી શૈલી થી ડૉ.રાધાકૃષ્ણન શિક્ષકો માટે ગૌરવ રૂપ છે. અને આવા ઉમદા વ્યક્તિત્વના જન્મ દિવસે આપણે ભારતીયો આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવે છે .હાલમાં સમય બદલાયો વિદ્યાર્થીઓના અને તેમના વાલીઓ ના માનસ બદલાયા છતાં પણ શિક્ષક આદર્શ નાગરિક ઘડવા માટે સતત પ્રયત્નશીલ સાથે નૈતિક પ્રયત્ન દ્વારા ભારતનું ભાવિ એના વર્ગખંડોમાં ઘડી રહ્યો છે.આજે આપણે ભાવનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં સેવા કરતા શિક્ષકની વાત કરીએ તો પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક નાથાભાઇ નોંધાભાઈ ચાવડા જેઓ છેલ્લા 17 વર્ષ ફરજ બજાવે છે.કોઈપણ જાતના સાઈડ બિઝનેસ વગર પોતાની શાળા અને બાળકોના સર્વાંગીણ વિકાસ પાછળ પોતાનો સમય આપે છે. કોઈ પણ પરિપત્રની જરૂર નહીં કુદરતના પરિપત્રનું પાલન કરી સમય સાથે કદમ મિલાવી આર્થિક દાન સાથે લોકભાગીદારી દ્વારા પોતાની શાળા અને બાળકોનો વિકાસ કરી રહ્યા છે.
શાળામાં વાર્ષિક 3 લાખનું દાન લાવી અને શાળાની ભૌતિક સુવિધામાં વધારો કર્યો સાથો સાથ શૈક્ષણિક વિકાસ માટે અવનવાં નવતર પ્રયોગો દ્વારા બાળકો ના અને શાળાની વિવિધ સમસ્યાનું નિરાકરણ કરવાનું કાર્ય કરે છે.હાલમાં પાલીતાણાના જૈન સમુદાય ના સહયોગ થી શાળાની બલોકાઓ માટે શિવણ કામ શીખવા માટે કૌશલ્યવર્ધન કેન્દ્રની શરૂઆત કરી.તેમજ બાળકો માટે સાયકલ ડરાવિંગ સ્કૂલ ની શરૂઆત કરી . બાળકો ને મોજેલું શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નશીલ શિક્ષકને કોઈપણ જાતની લાગવગ વગર સન્માનો પણ પ્રાપ્ત થયાં સાથો સાથ માત્ર એવોર્ડ માટે નહીં પરંતુ સાચા અર્થ ના કર્મયોગી બની કામ કરતા શિક્ષકો ને આજના દિવસે અભિનંદન પાઠવીએ..

Previous article4 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન્ય જીવન દીવસ ની ઉજવણી મા જોડાતા વિદ્યાધીશ ના સ્કાઉટ ગાઈડ
Next articleસિહોર ભાંખલ ગામે બાબા રામદેવપીરના ત્રિ-દિવસીય જન્મોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ