કળિયુગના હાજરા હજૂર દેવને દેગનો પ્રસાદ ચડાવવામાં આવ્યો આજે જન્મોત્સવ અને મહા આરતી:સમગ્ર ગોહિલવાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવપીરના જન્મોત્સવ નો કાલ થી આરંભ થયો છે આ ઉત્સવ ત્રણ દિવસ ચાલશે અને ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો ની ધૂમ મચશે.
દર વર્ષે ભાદરવાસુદ નોમ ના રોજ લાખો શ્રદ્ધાળુઓ ના આસ્થાનું કેન્દ્રબિંદુ એવા રણુજાના રાજા અને ભગવાન શ્રી કૃષ્ણ ના અવતાર શ્રીરામદેવપીરનુ પ્રૃથ્વિ પ્રાગટ્ય દિવસ એટલે ભાદરવાસુદ એકાદશી રાજસ્થાનના પોંકરણગઢ સ્થિત રણુજાના રાજા અજમલ અને મહારાણી મિનળદે ના પુત્ર રામદેવપીર કે જેઓ શ્રીકૃષ્ણ ભગવાન ના અવતાર હતાં જેમણે રણુજામા અવતાર ધારણ કરી અનેક દિનદુ:ખીયાઓનો ઉધ્ધાર કરી સેંકડો પરચા પૂર્યાં હતાં બાબા રામદેવપીર ની ખ્યાતિ સમગ્ર ભારતવર્ષમાં આજે પણ ફેલાયેલી છે અને લાખો-કરોડો લોકો ના આસ્થાનું કેન્દ્ર હોવા સાથે રામદેવપીર લોક હ્દય માં બિરાજમાન છે એવા આ રામદેવપીર ના પ્રૃથ્વિ પ્રાગટ્ય દિનની ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવે છે જેમાં ભાદરવાસુદ નોમ થી શરૂ થાય છે આ બીજા દિવસે બાબા રામદેવપીર ના નેજા એટલે કે ધજાનુ પૂજન કરી નેજાઓ સાથે શોભાયાત્રાઓ યોજી અને દશમ ની રાત્રીએ ભાંખલ નું પ્રસિદ્ધ રામદેવપીરનું આખ્યાન યોજાય છે અને રાત્રે 12 કલાકે ચૂલા પર ઉકળતી ખીરની દેગ જે વ્યક્તિ ના શરીરમાં રામાપીરનો વાસ (પવન) થયો હોય એ સ્વાંગધારી રામાપીર આ ઉકળતી દેગ ઉતારી સતનો પરચો પૂરે છે લોકો દર્શન કરે છે એ સાથે એકાદશી ના દિવસે રામાપીરનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે તથા ખીર પુરીનો પ્રસાદ વહેંચવામાં આવે છે અને બટુક ભોજન નો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે રામદેવપીર ના જન્મોત્સવ નો આરંભ થયો છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..