આજ રોજ તા.08/09/2022 ના રોજ ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદના એન.સી.સી. અને એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે ફાયર- રેસ્ક્યુ અને ઇમરજનસી મેનેજમેન્ટ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજ કેમ્પસમાં યોજાયો હતો જેમાં સ્ટેશન ફાયર ઓફિસર પી.બી. રાવલ સાહેબ અને સબ ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રી સાહેબ અને ફાયરમેન સહિત સમગ્ર ટીમે વિદ્યાર્થીઓને ફાયર- રેસ્ક્યું વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપીને ફાયર ઇમરજન્સી સમયે ક્યા ક્યા પ્રકારના અગ્નિશામક સાધનોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ અંગેના લાઈવ ડેમો્ટ્રેશન આપ્યા અને એન.સી.સી.કેડેટસ અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોને તાલીમ પણ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને ઇમરજન્સી સમયે શું કરી શકાય અને શું ના કરી શકાય એ બાબતની વિગતે સમજ પૂરી પાડી હતી . આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. હિમ્મત ભાલોડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્ટાફમિત્રો અને 150થી વધુ એન.સી.સી. કેડેટસ અને અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.