શતાબ્દી વર્ષ ઉજવી અંતરગત સ્વચ્છતા અંગેની જન જાગૃતિ રેલી યોજવામાં આવી

40

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે ક્રૃષ્ણપરા પ્રાથમિક શાળા નં 68 ના સ્કાઉટ ગાઈડ યુનીટ દ્વારાં સ્વચ્છતા અઠવાડિયા ની ઉજવણી ના ભાગરૂપે ક્રૃષ્ણપરા ગૈશાળાથી શિવાજી સર્કલ સુધી સ્વચ્છતા બેનર સાથે જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામાં આવેલ સુત્રોચાર સાથે શિવાજી સર્કલ પહોચી દોઢ કલ્લાક બેનરો સાથે જનજાગૃતિ માટે સર્કલ ની બહાર ઉભારહ્યા હતા આ કાર્યક્રમ માં શ્રી પરેશભાઈ ત્રિવેદી , શાળા ના આચાર્ય શ્રી મુકેશભાઈ રાજ્યગુરુ તેમજ અન્ય મહાનુભાવોએ સ્કાઉટ ગાઈડ બાળકો ને પ્રોત્સાહિત કરેલ 3000 જેટલા લોકોએ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો સમગ્ર રેલીનુ આયોજન અને વ્યવસ્થા શાળા ના સ્કાઉટ શિક્ષક લક્ષ્મણભાઈ એ કરેલ જ્યારે શાળા ના અન્ય શિક્ષકો નો સુદર સહયોગ મળ્યો હતો જિલ્લા સંધ દ્વારા દરેકને અભિનંદન પાઠવેલ.

Previous articleશિવાનંદ આશ્રમ ખાતે હર્ષનાદ અને ગીતો નો બાળકો એ આનંદ માણ્યો
Next articleયુ પી એલ કંપની દ્વારા સિહોર ના ટભાંખલ ગામે ખેડૂતોની મીટીંગ યોજાઈ