મહિલા પોલીસ મથકમાં બે વર્ષ પુર્વ નોંધાયેલ ઘરેલું હિંસાના ગુનામાં ફરાર સુરત ખાતે રહેતા શખ્સને ભાવનગર પોસ્ટ ઓફિસ પાસેથી એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર એલસીબી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા ચંદ્રસિંહ વાળાને બાતમી મળેલ કે, ભાવનગર મહિલા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૨૮/૨૦૧૬ ઇ.પી.કો. કલમઃ- ૩૨૩, ૫૦૪,૪૯૮ (ક),૧૧૪ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી હર્ષભાઇ દેવરાજભાઇ વિઠ્ઠાણીરહે.સુરત વાળો ભાવનગર,પોસ્ટ ઓફિસ પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં હર્ષભાઇ દેવરાજભાઇ વિઠ્ઠાણી મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને મહિલા પો.સ્ટે. માં સોંપી આપવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા ની સુચના હેઠળ સ્ટાફ નાં વનરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, રાકેશભાઇ ગોહેલ, જગદેવસિંહ ઝાલા,ચંદ્રસિંહ વાળા, ભયપાલસિંહ ચુડાસમા, જયેન્દ્રસિંહ રાયજાદા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.