ઘોઘા તાલુકાના બાડી પડવા સહિત ૧૨ ગામના ખેડુત પરિવારો દ્વારા રચીત ખેડુત સંઘર્ષ સમિતિના નેજા હેઠલ છેલ્લા ૭ માસ અને ૧૨ દિવસથી જમીન સંપાદન મામલે સરરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. સાત સાત માસ વિતવા છતા આ મામલે કોઈ નિર્ણય આવ્યો નથી.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી પડવા સહિત ૧૨ ગામના ખેડુત પરિવારો પાસેથી આજથી ૨૦ વર્ષ પૂર્વે રાજ્ય સરકારની જીપીસીએલ કંપની દ્વારા ખેડુતોની જમીન ખરીદી હતી બાડી પડવા ગામે આવેલ લિગ્નાઈટ કોલસા આધારીત વિજ મથક માટે જરૂરી લિગ્નાઈટ કોલસા ખોદી કાઢવા માટે આ જમીનની પસંદગી કરવામાં આવી હતી બે દસકા વિત્યા બાદ સરકાર કંપનીને ખેડુતો પાસેથી ખરીદી કરેલ જમીન યાદ આવી અને જમીન સંપાદન માટે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ હાઈકોર્ટના નિર્દેશ અનુસાર કોઈપણ વ્યક્તિ ખરીદી કરેલ જમીનનો ક્બજો સતત ૫ વર્ષ સુધી હસ્તગત ન કરે તો આવી જમીનની ફરિ આકરણી કરી નવી માર્કેટ વેલ્યુ આધારે મુલ્યાંકનના આધારે જમીનદારને વળતર મળવા પાત્ર થાય છે. પરંતુ જીપીસીએલ કંપની કોર્ટના આ આદેશને માનવા તૈયાર નથી તો બીજી તરફ ખેડુતો પણ એવો દાવો કરી રહ્યા છે કે જે તે સમયે જમીનનું વેચાણ કર્યુ હતુ એ સમયે તેઓને અપેક્ષા કૃત વળતર પ્રાપ્ત થુ ન હોય આથી અત્યારે કંપની જમીન સંપાદન કરવા ઈચ્છે તો પ્રથમ નવેસરથી વળતરની ચુકવણી કરે બાદ જમીન હસ્તગત કરે આ બાબતને લઈને છેલ્લા ૭ મહિનાથી કંપની કિસાનો વચ્ચે ગજગ્રહ મજબુત બ્યો છે. અને સમગ્ર મુદ્દો જળ આંદોલનમાં તબદીલ થયો છે ૭ મહિના જેવા લાંબા સમયથી ખેડુતો પારાવાર સંઘર્ષ ઘર્ષણનો સામનો કરી વ્યાપક હક્કની માંગ કરી રહ્યા છે. આ અંગે કોર્ટમાં રી-પીટીશન પણ દાખલ કરવામાં આવી છે જે હાલ પેન્ડીંગ પડેલી છે તદ ઉપરાંત ગત ૧ એપ્રિલથી ખેડુત સંઘર્ષ સમિતિ દ્વારા સત્તાવાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભે આંદોલનકારીઓ અને પોલીસ તંત્ર વચ્ચે અવાર નવાર સિધ્ધુ ઘર્ષણ અનેકવાર સર્જાયુ છે. પરિણામે ૧૨ ગામો તથા તે આસપાસના વિસ્તારોમાં આઈપીસી કલમ ૧૪૪ જાહેર કરી દેવામાં આવી છે.
આ આંદોલન સાથે સંકળાયેલ લોકોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલેલા અત્યાર સુધીના અલગ અલગ આંદોલુમાં આ આંદોલનની સમય અવધી સૌથી અધિક હોવા સાથોસાથ રાજ્ય સરકાર તંત્ર પોતાને પ્રાપ્ત સત્તા તથા કાયદાનો દુર ઉપયોગ કરી સ્વતંત્ર ભારતના નાગરિકને મળેલ હક્ક ઉપરાંત સ્વતંત્રતા છીનવી અમાનુષી અત્યાચારો સાથે ગેરકાયદે બળપ્રયોગ કરી ગુલામો જેવી જીંદગી જીવવા મજબુર કરી રહ્યા છે. પરંતુ ૧૦૦ વર્ષ સુધી દેશ પર અંગ્રેજોએ રાજ કર્યુ પરંતુ લોક ચળવળના અંતે રાજસત્તા અને દેશ બંન્ને છોડવા પડ્યા તેમ આ લડાઈ ખેડુતોના હિત અને જીવન જીવવા માટેના અધિકારો પ્રાપ્ત કરવા માટેની છે આથી જ્યા સુધી શરિરમાં પ્રાણ રહેશે ત્યા સુધી પ્રત્યેક ખેડુત આંદોલન કરશે આજથી સુરકા ગામે બાપાની મઢુલી ખાતે આ આંદોલનને પુનઃ એકવાર વેગવંતુ બનાવવા ગાંધી ચિધ્યાં માર્ગે આગળ વધવાની જાહેરાત કરી છે. જેમાં અચોક્કસ મુદત સુધી ૧૨ ગામ પૈકી દરેક ગામમાંથી ૫ વ્યક્તિઓ આ છાવણી પર આવશે અને સવારથી સાંજ સુધી ધરણા યોજાશે પ્રથમ દિને ૩૦૦થી વધુ વ્યક્તિઓ હાજર રહ્યા હતા હવે આગળ દરરોજ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની જાહેરાત ખેડુત સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી છે.