નવસર્જન ગુજરાત અભિયાન તળે રાજુલામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર રથનો પ્રારંભ

1080
bvn2892017-4.jpg

નવસર્જન ગુજરાત અભિયાન અંતર્ગત ખેડૂત અધિકાર રથનું રાજુલા સંસ્કૃતિ વિદ્યાલય ખાતેથી કોંગર્સના તાલુકા પ્રમુખ પીઠાભાઈ નકુમ, શહેર પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા કોંગ્રેસ આગેવાનો દીલુભાઈ દડુભાઈ, જિલ્લા પંચાયતના અંબાબહેન નકુમ, મહિલા પાંખના નીતાબેન જોશી, એનએસયુઆઈના પ્રમુખ કરણભાઈ કોટડીયા, પાર્થ જગડા, રાહુલભાઈ તેમજ તાલુકા પંચાયત રાજુલાના સદસ્ય કરશનભાઈ કલસરીયા, કથડભાઈ લાખણોત્રા, બળવંતભાઈ લાડુમોર, ભીખાભાઈ પીંજર, રામકુભાઈ મોર, કાળુભાઈ બારૈયા, બાબાજીતબાપુ, દાદાભાઈ બારોટ, આરાબહેન જોશીની હાજરીમાં આ પ્રસંગના અધ્યક્ષ યોગેશભાઈ ચાવડાના હસ્તે ખેડૂત અધિકાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. જેનો કોંગ્રેસ પક્ષે હાઈકમાન્ડના આદેશ મુજબ ખેડૂતલક્ષી અનેક યોજનાઓ જેવી કે પ્રથમ તો જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરાશે. લઘુત્તમ ટેકાના ભાવોનો અસરકારક અમલ, ફક્ત સિંચાઈનું પાણી ૧૬ કલાક અવિરત વિજળી, સેટેલાઈટ દ્વારા થયેલી ખોટી જમીન માપણી રદ્દ, ખેડૂતોના હક્કની જમીન ન છીનવાય તેની તકેદારી વિગેરે કડક પણે નિયમો લાગુ કરાશે. રથ વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ ગામોમાં પ૦ ઈંચના વિશાળ એલસીડી સાથે ફરી લોકજાગૃતિ કાર્યક્રમોની ઝાંખી કરાવશે અને મુળભુત ખેડૂતોના અધિકાર માટે લોકજાગૃતિ લાવશે.

Previous articleગોદરેજ એગ્રોવેટ લિમિટેડનો આઈપીઓ ૦૪ ઓક્ટો.એ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૪૫૦થી રૂ. ૪૬૦ રહેશે
Next articleજાફરાબાદના રોહીસા, ધારાબંદર ગામે ખેડુત શિબિરનું આયોજન