ભાવ.જિલ્લા SSCનું ૬૯.૧૭% પરિણામ જાહેર

1102

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦૧૮માં લેવાયેલ માઘ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયેલ છે. સમગ્ર ગુજરાત રાજયનું ૬૭.પ૦ ટકા પરિણામ જાહેર થયેલ છે.

જયારે ધો.બોર્ડની પરીક્ષાનું ભાવનગર જિલ્લાનું ૬૯.૧૭ ટકા પરિણામ જાહેર થયેલ છે. જેમાં ભાવનગરમાં નોંધાયેલા વિધાર્થીઓ ૩૩ર૩૭ પૈકીના ૩૩૦૯૭ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી રર૮૯૩ વિધાર્થીઓ આ પરીક્ષામાં પાસ જાહેર થતા ભાવનગર જિલ્લાનું ૬૯.૧૭ ટકા પરિણામ જાહેર થયેલ છે.ગત વર્ષની તુલના કરીએ તો ગત વર્ષ ર૦૧૭નું ધો.૧૦નું પરિણામ ૬પ.૦૩ ટકા હતુ. જયારે આ વર્ષે ર૦૧૮નું પરિણામ ૬૯.૧૭ ટકા જાહેર થતા આ વર્ષે ચાર ટકા પરિણામ વધારે આવ્યું છે.

ભાવનગર જિલ્લામાં ૩૩૭ વિધાર્થીઓને એ-૧ ગ્રેડ, ૧પ૬પ વિધાર્થીઓને એ-ર ગ્રેડ, ૩૧પ૧ વિધાર્થીઓને બી-૧ ગ્રેડ, ૧પ૬પ વિધાર્થીઓને એ-ર ગ્રેડ, ૩૧પ૧ વિધાર્થીઓને બી-૧ ગ્રેડ, પપ૭૩ વિધાર્થીઓને બી-ર ગ્રેડ, ૭૪૧ર વિધાર્થીઓને સી-૧ ગ્રેડ, ૪પ૮૦ વિધાર્થીઓને સી-ર ગ્રેડ, ર૭પ વિધાર્થીઓને બી-ગ્રેડ, ર૦૯૧ વિધાર્થીઓને ઇ-૧ ગ્રેડ, ૮૧૧૩ વિધાર્થીઓને ઇ-ર ગ્રેડ આમ ભાવનગર જિલ્લાના કુલ રર૮૯૩ વિધાર્થીઓ પાસ જાહેર થતા સમગ્ર જિલ્લાનું પરિણામ ૬૯.૧૭ ટકા જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાના પરિણામમાં ભાવનગર જિલ્લા સમગ્ર રાજયમાં ૧પમાં ક્રમે આવેલ છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ પરિણામ મોટા આસરાણા કેન્દ્રનું ૯૦.૯૬ ટકા જયારે સૌથી ઓછુ પરિણામ ટાણા કેન્દ્રનું ૪પ.૧૪ ટકા જાહેર થયેલ છે. આ જોઇએ તો ગત વર્ષ કરતા આ વર્ષે ભાવનગર જિલ્લાનું પરિણામમાં થોડો સુધારો થયો છે. ર૦૧૬માં ૬પ.૯પ ટકા હતુ, ર૦૧૭માં ૬પ.૦૩ ટકા હતુ, જયારે આ વર્ષે ર૦૧૮ ૬૯.૧૮ ટકા પરિણામ જાહેર થયેલ છે.

કોપીકેસના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર ન કરાયા

માર્ચ ર૦૧૮ ભાવનગર શહેર-જિલ્લામાં ધો.૧૦ એસએસસી બોર્ડની પરીક્ષા દરમ્યાન શહેર તથા જિલ્લામાં પેપર દરમ્યાન કોપીકેસ અગર ચોરી કે યેનકેન પ્રકારે ગેરરીતિ સબબ ઝડપાયેલ વિદ્યાર્થીઓ સામે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા કાયદેસરના પગલા લેવામાં આવ્યા હતા. આજે જાહેર થયેલ પરિણામમાંથી પણ આવા વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે અને હાલ તેમના વિરૂધ્ધ કાર્યવાહી શરૂ હોવાનું જાણવા મળ્યું છે.

 

ભાવનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રનું પરિણામ

ભાવનગર            નોંધાયેલા               ઉપસ્થિત             પાસ       ૨૦૧૮ની              ૨૦૧૭ની

વિદ્યાર્થીઓ              વિદ્યાર્થીઓ                          ટકાવારી               ટકાવારી

ભાવનગર (વેસ્ટ)               ૧૭૦૬   ૧૬૮૯  ૧૦૩૬   ૬૧.૩૪ ટકા         ૫૪.૦૦ ટકા

કૃષ્ણનગર ભાવનગર        ૬૬૪૩   ૬૬૨૮  ૫૪૦૩   ૮૧.૫૨ ટકા         ૭૭.૮૯ ટકા

મહુવા-ભાવનગર               ૩૬૯૧   ૩૬૮૬  ૨૧૪૯   ૫૮.૩૦ ટકા         ૫૭.૩૬ ટકા

પાલીતાણા           ૨૧૧૬   ૨૧૧૦  ૧૨૪૮   ૫૯.૧૫ ટકા         ૫૭.૮૮ ટકા

સિહોર    ૧૫૪૪   ૧૫૩૯  ૧૧૪૯   ૭૪.૬૬ ટકા         ૫૯.૫૩ ટકા

ગારીયાધાર         ૧૧૫૪   ૧૧૪૭  ૭૪૨      ૬૪.૬૯  ટકા        ૬૨.૬૯  ટકા

ભાવનગર (ઈસ્ટ)               ૨૮૬૬   ૨૮૫૭  ૨૧૦૯   ૭૩.૮૨  ટકા        ૭૦.૩૧  ટકા

તળાજા  ૧૨૭૭   ૧૨૭૧  ૯૫૭      ૭૫.૩૦ ટકા         ૬૩.૨૭  ટકા

વલ્લભીપુર          ૭૧૬      ૭૦૮     ૪૫૨      ૬૩.૮૪  ટકા        ૪૮.૦૯  ટકા

ઉમરાળા               ૫૦૪      ૫૦૩     ૩૫૭      ૭૦.૯૭ ટકા         ૬૦.૫૨ ટકા

સથરા    ૫૮૬      ૫૭૮     ૩૫૩      ૬૧.૦૭ ટકા         ૮૦.૪૦ ટકા

વાળુકડ જી.જી.    ૫૧૪      ૫૧૪     ૩૫૩      ૬૮.૬૮ ટકા         ૬૨.૯૦ ટકા

સોનગઢ                ૫૯૬      ૫૯૪     ૩૮૩      ૬૪.૪૮ ટકા         ૭૫.૨૧ ટકા

વાળુકડ (પાલિતાણા)        ૭૦૬      ૭૦૪     ૪૬૮      ૬૬.૪૮ ટકા         ૬૩.૬૭ ટકા

રંધોળા   ૫૩૯      ૫૩૫     ૩૭૯      ૭૦.૮૪ ટકા         ૭૮.૮૬ ટકા

ભૂંભલી   ૬૧૧      ૬૦૯     ૩૫૦      ૫૭.૪૭ ટકા         ૬૫.૦૬ ટકા

મોટી પાનીયારી  ૨૩૦      ૨૩૦     ૧૩૩      ૫૭.૮૩ ટકા         ૪૦.૦૦ ટકા

રાજપરા                ૨૨૩      ૨૨૧     ૧૪૦      ૬૩.૩૫ ટકા         ૪૮.૯૨ ટકા

ટાણા      ૬૭૩      ૬૬૯     ૩૦૨      ૪૫.૧૪ ટકા         ૪૫.૩૨ ટકા

બગદાણા              ૫૨૭      ૫૨૬     ૩૪૮      ૬૬.૧૬ ટકા         ૬૨.૬૭ ટકા

સણોસરા               ૨૮૩      ૨૮૨     ૨૦૭      ૭૩.૪૦ ટકા         ૫૩.૦૪ ટકા

થાડચ    ૬૬૭      ૬૬૭     ૪૪૩      ૬૬.૪૨ ટકા         ૫૮.૦૩ ટકા

ઘોઘા      ૨૨૮      ૨૨૮     ૧૦૩      ૪૫.૧૮ ટકા         ૫૯.૯૦ ટકા

બપાડા   ૩૯૭      ૩૯૬     ૩૬૦      ૯૦.૯૧ ટકા         ૮૪.૮૩ ટકા

ઉચડી (પીથલપુર)             ૬૪૨      ૬૩૦     ૪૪૯      ૭૧.૨૭ ટકા         ૭૨.૬૨ ટકા

દિહોર    ૩૫૬      ૩૫૫     ૨૬૭      ૭૫.૨૧ ટકા         ૮૫.૦૮ ટકા

ટીમાણા ૫૪૪      ૫૪૩     ૪૩૨      ૭૯.૫૬ ટકા         ૮૨.૦૯ ટકા

હાજીપુર                ૫૪૬      ૫૩૯     ૩૭૬      ૬૯.૭૬ ટકા         ૪૮.૮૧ ટકા

કોળિયાક               ૪૩૩      ૪૩૩     ૨૭૭      ૬૩.૯૭ ટકા         ૪૮.૮૩ ટકા

મોટી આસરણા    ૩૬૫      ૩૬૫     ૩૩૨      ૯૦.૯૬ ટકા         ૬૮.૫૭ ટકા

જેસર      ૫૦૨      ૪૯૯     ૩૦૯      ૬૧.૯૨ ટકા         ૫૭.૧૧ ટકા

તલગાજરડા        ૧૯૫      ૧૯૦     ૧૧૮      ૬૨.૧૧ ટકા         ૩૯.૯૦ ટકા

સોસિયા ૩૫૦      ૩૪૮     ૨૬૭      ૭૬.૭૨ ટકા         ૬૫.૧૨ ટકા

મોટા ખુંટવડા       ૩૦૪      ૩૦૪     ૧૪૨      ૪૬.૭૧ ટકા         –

Previous articleમહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક યોજાઈ
Next articleબોટાદ જિલ્લાનું ધો.૧૦ બોર્ડનું ૬૮.૪૦ ટકા પરિણામ