કંપનીનું ઈ-મેઈલ હેક કરીને ૮૬ લાખનુ ચીટીંગ કરનાર શખ્સ ઝડપાયો

1484

શહેરનાં શિશુવિહાર સર્કલ પાસે રહેતા વેપારીની કંપનીનું ઈ-મેઈલ હેક કરી વિદેશી કંપની સાથે વ્યવહાર કરી ૮૬ લાખનું ચીટીંગ કરનાર શખ્સને એસ.ઓ.જી. ટીમ અને ઘોઘારોડ પોલીસે સંયુક્ત રીતે રેડ કરી સુરત ખાતેથી ઝડપી લીધો હતો.

ગત તારીખ ૨૫/૦૫/૨૦૧૮ ના રોજ ફરીયાદી મહંમદ નઇમ અબ્દુલ સતાર ધોળીયા રહેવાસી શીશુવિહાર સર્કલ પાસે, ભાવનગરવાળાએ એવા મતલબની ફરીયાદ કરેલ કે પોતાની વેસ્ટન ઇન્ડીયા બોન એન્ડ ફર્ટીલાઇઝર નામની કંપની વિદેશી કંપની ઇટાલીયનર્ ંઇય્છદ્ગછર્ઢંર્‌ં નામની કંપની સાથે મૃત પશુના હાડકા, ખરી વિગેરેની ક્રશીંગ તથા વેચાણનો ધંધો કરતા હોય અને કોઇ અજાણ્યા ઇસમે પોતાની કંપનીનુ ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પોતાની કંપની તથા ઇટાલીયન કંપનીના ઇ-મેઇલ આઇ.ડી.ને લગતા મળતા આઇ.ડી. વાળુ ઇ-મેઇલ આઇ.ડી. બનાવી પોતાની તથા ઇટાલીયન કંપની વચ્ચે કોમ્યુનીકેશન રાખી ડોકયુમેન્ટમાં છેડછાડ કરી ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી પોતાની કંપનીના નામનુ પોટુગર્લના લીસ્બન શહેર તથા ગુજરાતના સુરત શહેરમાં બેન્ક એકાઉન્ટ ખોલાવી જેમાં પોતે ઇટાલીયન કંપનીને મોકલેલ ૧૯૮ મેટ્રીક ટન માલના કુલ ૧,૦૬,૦૮૦ યુરો કરન્સી (ભારતીય રૂપિયામાં આશરે ૮૬ લાખ રૂપિયા થાય) ઉપાડી લીધેલ હોય તેવી ફરીયાદ કરતા ઘોઘારોડ પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૫, ૬૬ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ જે આગળની તપાસ ઘોઘારોડ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જી.કે.ઇશરાણી ચલાવી રહ્યા છે.

ગુન્હાનો ભેદ શોધી કાઢવા અને ટેકનીકલ રીતે મદદ કરવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ ડી.ડી.પરમારને હુકમ કરતા તમામ ટેકનીકલ પાસાઓનો અભ્યાસ કરી હેકરને ટ્રેક કરવામાં આવેલ અને હેકર સુરત ખાતે હોવાની હકિકત મળી આવેલ જેથી એસ.ઓ.જી. તથા ઘોઘારોડ પોલીસની ટીમ સુરત ખાતે જઇ હેકરની ઓફીસ ખાતે છાપો મારી અંકીતભાઇ કાન્તીભાઇ વઘાસીયા/ પટેલ ઉ.વ.૨૦ રહે. મુળગામ-હડમતીયા (કૃષ્ણપરા) તા.વીસાવદર જી.જુનાગઢ હાલ-પ્લોટનં-૩૬૧/એ, બ્લોકનં-૧, શ્રીકૃર્પા કો.ઓ. હાઉસીંગ સોસાયટી, નાના વરાછા, સુરત વાળાને ઝડપી પાડી આરોપીએ ગુન્હો કરવા ઉપયોગમાં લીધેલ કોમ્પ્યુટર વિગેરે સાધનો કબજે કરવામાં આવેલ છે. વધુ આરોપીઓ હોવાની શકયતા હોય આરોપીની આવતીકાલે નામદાર કોર્ટમાં રીમાન્ડની માંગણી કરવામાં આવશે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા ઘોઘારોડ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જી.કે.ઇશરાણી  એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. બલવીરસિંહ જાડેજા પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા નિતીનભાઇ ખટાણા જીતેન્દ્રસિંહ જાડેજા ઘોઘારોડ પો.સ્ટે.ના હેડ કોન્સ. પ્રાણભાઇ ધાંધલ્યા પોલીસ કોન્સ. હરપાલસિંહ જાડેજા જોડાયા હતા.

Previous articleસંભવીત ભયની જીવંત કૃતિ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે