શ્રીનગર સોસાયટી રૂ.૯.૬૫ લાખનાં ખર્ચે ડસ્ટ ફ્રી બનશે

865

ગાંધીનગરનાં સેકટર ૨૪નો શ્રીનગર વિસ્તાર શહેરનો સૌથી ગીચ વિસ્તાર છે. ૪૦૦ જેટલા પરીવારો ધરાવતી શ્રીનગર સોસાયટીમાં ચોમાસામાં વરસાદી પાણીનાં કારણે ગંદકી તથા ઢોળાતા પાણીનાં કારણે મચ્છરજન્ય બિમારીઓ વધી રહી હતી. સ્થાનિક કાઉન્સિલર અંકિત બારોટ દ્વારા આ વિસ્તારમાં પેવર બ્લોક નાંખીને સોસાયટીને ડસ્ટ ફ્રી બનાવવાની માંગ મુકવામાં આવી હતી. ત્યારે સોમવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં શ્રીનગર સોસાયટીને રૂ.૯.૬૫ લાખનાં ખર્ચે પેવર બ્લોકથી ડસ્ટ ફ્રી બનાવવાને મંજુરી આપવામાં આવી છે.

Previous articleબી.એમ. કોમર્સ હાઈસ્કુલનું ધો.૧૦નુ ૮૮.૪૨ ટકા પરિણામ
Next articleત્રણ સંતાનની માતાને ગળા પર છરી રાખી બંધ રૂમમાં ૧૨ નરાધમોએ  દુષ્કર્મ કર્યું