સિવીલ ખાતે ૧લી જૂન બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

1361

ગુજરાતમાં બ્લડ બેંકોમાં ઉનાળાની સિઝનમાં લોહીના જથ્થાની અછતને પહોંચી વળવા તથા દર્દીઓને સમયસર બ્લડ મળી રહે તે આશયથી આગામી તા. ૧લી જૂન-૨૦૧૮ના રોજ એન.એચ.એમ. ભવન સિવીલ હોસ્પિટલ કેમ્પસ ગાંધીનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.

નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટરશ્રી દ્વારા જણાવ્યાનુસાર રાજય સરકારના આરોગ્ય વિભાગ, નેશનલ હેલ્થ મિશન ગુજરાત, જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ૧લી જૂનના રોજ સવારના ૯.૦૦ થી ૩.૦૦ વાગ્યા સુધી યોજાનાર આ કેમ્પમાં રક્તદાન કરવા વિનંતી કરાઈ છે. ‘‘રક્તદાન થકી જીવનદાન’’ના મંત્ર થકી જીવન ટકાવી રાખવા માટે લડતા હજારો દર્દીઓ, પ્રસુતા માતાઓ, ટ્રાફિક એક્સિડન્ટ, થેલેસેમિયા, કેન્સરની સારવાર વખતે રક્તની ગંભીર કટોકટી ઉભી થઈ હોઈ, નાગરિકોને રક્તદાન કરી ગરીબ તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ થવા અપીલ કરાઈ છે.

Previous articleવાવણીનાં સમયે જ ડી.એ.પી. ખાતરનો ભાવ વધતા ખેડૂતો પરેશાન
Next articleઇડરના ગાંઠીયોલ ગામે એક જ ફળિયામાં ૧૬ જણને ફૂડ પોઇઝનીંગ