રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત તા.૧ મે થી ૩૧ મે સુધી લોકભાગીદારીથી કરોડો રૂપિયા ખર્ચી તળાવો ચેકડેમ કેનાલ અને નદી ઉંડી ઉતારવી અને સફાઈ ની કામગીરી શરૂ છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અનિડા ગામ ની કે જયાં તળાવ ઉંડા ઉતારવાની વાત તો અંલગ રહી પણ અહીં વિપરીત પરિસ્થિતિ છે.અનિડા ગામે સૌની યોજના અંતર્ગત નર્મદા ની પાઇપલાઇન નાંખવાની કામગીરી શરૂ છે અહિયા અનિડા ગામે પાઇપ લાઇન નાંખવા માટે જે ખોદકામ કરવામાં આવે છે. તેમાંથી નીકળતી માટી અને પથ્થરો કોન્ટ્રાકટર દ્રારા રોડ પર.ચેક ડેમ તળાવ અને ગૌચર ની જમીન મા નાખવામાં આવે છે. આ માટી અને પથ્થારો નાંખવાથી તળાવો અને ચેકડેમો બુરાય રહ્યા છે તેમજ તંત્ર દ્વારા આ ગામમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઉંડા ઉતારવાની કામગીરી જ કરવામાં નથીં આવી અનિડા ગામ ૩ હજાર જેટલી વસ્તી ધરાવે છે.અને ગામનાં મોટાં ભાગનાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે. આ ગામની અંદર ૧૦ જેટલાં ચેકડેમો અને તળાવો આવેલાં છે. જેમાંથી મોટાભાગના ચેકડેમો બુરાય ગયાં છે. અને ચેકડેમો તુટેલી હાલતમાં જોવા મળે છે. જેનાં કારણે પાણીની ખુબજ મોટી સમસ્યા રહે છે. ખેડુતો પાંસે સિંચાઈ નું પણ પાણી નથી મળ્યું ત્યારે ગામ લોકો ની માંગ છે.કે તંત્ર દ્વારા તાત્કાલિક તળાવ અને ગોચર ની જમીનમાંથી માટી દુર કરવામાં આવે .આ બાબતે ગઢડા તાલુકાના વિકાસ અધિકારી ની ઓફીસ માં જઈ અનિડા ગામ બાબતે પુછપરછ કરતા જવાબ દેવાનુ ટાળ્યું હતું. અને મૌખિક કહેલ કે હુ ઇન્ચાર્જ માં છુ મને આ બાબતે કઇ ખંબર નથીં અને મને કોય ગામલોકો દ્વારા જાણ કરવામાં આવેલ નથી.