ચિત્રા સીદસર રોડ પર જાહેરમાં જુગાર રમતાં ૧૧ પત્તાબાજ ઝડપાયા

849

શહેરના ચિત્રા સીદસર રોડ પર આવેલ સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ૧૧ પત્તાબાજ એસ.ઓ.જી. ટીમે પૂર્વ બાતમી રાહે રેડ કરી પોણા બે લાખની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી. શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે ચિત્રા-સિદસર રોડ, શીતળામાના મંદિર સામેની ગલીમાં બજરંગ બાળક સોસાયટી પાછળ, જેન્તીભાઇ ચૌહાણની વાડી માં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા માનુભાઇ ભગવાનભાઇ સોલંકી, લાલદાસ હસમુખભાઇ લશ્કરી , પ્રવિણભાઇ પ્રભુદાસ રાઠોડ, મેઘજીભાઇ ખોડાભાઇ પરમાર, રાહુલભાઇ ભરતભાઇ રાઠોડ, સંજયભાઇ ભનુભાઇ જોષી, હરેશભાઇ ધીરૂભાઇ મકવાણા, અશોકભાઇ મફાભાઇ પરમાર, કિશનભાઇ જેસીંગભાઇ સોલંકી, ચેતન રામજીભાઇ કામ્બડ, વિજયભાઇ રાઘવભાઇ પડાયા,  રહેવાસી તમામ ભાવનગર વાળાઓને રોકડ રૂપિયા ૧,૦૩,૯૦૦/- તથા મોબાઇલ ફોન-૧૧ તથા મો.સા.-૨ તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૧,૭૫,૯૦૦/- ના મુદ્દામાલ  સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ બલવીરસિંહ જાડેજા યોગેન્દ્રસિંહ ગોહીલ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ વિશ્વજીતસિંહ ઝાલા બાવકુદાન ગઢવી યોગીનભાઇ ધાંધલ્યા શરદભાઇ ભટ્ટ સોહીલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર ભોજાભાઇ જોડાયા હતા.

Previous articleગૌતમી નદી સફાઈ અભિયાનમાં ગેરકાયદે દબાણો બહાર આવ્યા
Next articleઆનંદનગરમાં કરોડોની જમીન દબાણ મુક્ત કરતું તંત્ર