સિહોર પાલિકા દ્વારા ગૌતમીનદી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે વર્ષોથી માંગ ઉઠી હતી ત્યારે જાગૃત નવી બોડીએ પ્રમુખ દીપ્તિબેનની આગેવાનીમા તાત્કાલિક ગૌતમી સફાઈ અભિયાન શરૂ કર્યું છે ત્યારે ઘણી બધી સોસાયટીમાં હર્ષની લાગણી પ્રસરી હતી ત્યાં અચાનક જ આ કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે આ ગૌતમીનદીમા ભુમાફિયા દ્વારા દબાણો કરવામાં આવ્યાછે આ દબાણોમા કોઈએ બિનકાયદેસર મકાનો બનાવ્યા છે તો કોઈએ લેવલિંગ કરી ખેતરો બનાવી શાકભાજીની ખેતી શરૂ કરવામાં આવી છે તે ખેતી પણ ગટરીયા પાણીની જ્યારે સફાઈ શરૂ થઈ ત્યારે બધુ જ દબાણ કઢાવી સાફ સફાઈ કરવાની વાત હતી પણ અચાનક કોઈ મસમોટો વહીવટ થયાનો આક્ષેપ સોસાયટીઓ દ્વારા કરવામા આવી રહ્યા છે કે આવા ગેરકાયદે બનાવેલા મકાનો અને વાળી લીધેલા ખેતરો જે-તે પરિસ્થિતિમા રાખી સફાઈ અભિયાન આગળ ચાલ્યું છે તો આવા ખેતરો જે પોતાની શાકભાજીની ખેતી માટે ગટરની લાઈનો તોડી ગટરના પાણી આડી પાળ બનાવી પિયત કરે છે તો શું સરકારી મિલકતને નુકશાન કરી પોતાનો લાભ મેળવે છે ત્યારે લોકો કહી રહયા છે આવા લોકોને પાલિકાના સત્તાધીશો શા માટે છાવરે છે. આવા દબાણયુક્ત ખેતરો સત્વરે દૂર કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની સોસાયટીના રહીશોની ચીમકી છે સત્વરે આ બાબતે પાલિકા સત્તાધીશો તથા ચીફઓફિસર યોગ્ય પગલાં લઈ આવા સરકારી મિલકતોને નુકશાન કરી હડપ કરનારાઓને કાયદાકીય પાઠ ભણાવી સરકારી દબાણ દૂર કરે તેવી માંગ ઉઠી છે.