બોરડા- દાઠા રોડ પર સળગેલુ બાઈક મળ્યું

2199

તળાજાના બોરડા- દાઠા રોડ પર સવારે સળગેલી હાલતે બાઈક મળી આવતા દાઠા પોલીસ સ્ટાફ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ તળાજાના બોરડા-દાઠા રોડ પર એક બીનવારસી સળગેલી હાલતે મોટર સાયકલ પડયું છે. અને તેને પર બાવળની કાંટ નાખી દેવામાં આવી છે તેવો જાણ સ્થાનિક રહીશોએ દાઠા પોલીસને કરાતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચી તે પહેલા કોઈ અજાણ્યા શખ્સો સળગેલા બાઈકને લઈ છુ થઈ ગયા હતાં. આ બાઈકનું કોનું છે. કોણે સળગાવ્યું શું કોઈ ઘટના બની છે આવી અનેક ચર્ચાઓ લોકોમાં ઉઠવા પામી છે. બનાવ અંગે દાઠા પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleબરવાળા રોજીદ પાસે ટ્રાવેરા કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, છ ને ગંભીર ઈજા
Next articleગૌતમી નદી સફાઈ અભિયાનમાં ગેરકાયદે દબાણો બહાર આવ્યા